ભાવનગર,તા.૧૩
ભાવનગર રાજવી પરિવારનાં મહારાજા કૃષ્ણરાયસિંહજીના કુંવર શિવભદ્રસિંહજી ગોહિલના પત્ની કુંવરરાણી નલિનીકુમારીજીનું અવસાન થતા સમગ્ર ગોહિલવાડમાં દુઃખની લાગણી ફેલાય છે.
આજરોજ તેમના દેહને ભાવનગર મહારાજા વિજયરાજસિંહે અગ્નિદાહ આપ્યો હતો. મૂળ વાંકાનેરના રાજવી પરિવારના પુત્રી હતા અને સમગ્ર જીવન તેમણે સામાજિક કાર્યોમાં યોગદાન આપીને વિતાવ્યું હતું અને ગૌરીશંકર લેક જેને બોરતળાવ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં તેમનો ભવ્ય મહેલ ભાવ વિલાસ પેલેસમાં રહેતા હતા કુંવરરાણી નલિનીકુમારીજીના અવસાનથી સમગ્ર ગોહીલવાડમાં ભારે શોકની લાગણી ફેલાય છે.
Facebook
0
Twitter
0