ભાવનગરથી દિલ્હી જતી ટ્રેનમાં વધુ એક જનરલ કોચની સુવિધા આપો

(સંવાદદાતા દ્વારા) ભાવનગર,તા.૧૭
ભાવનગરથી દર ગુરૂવારે ઉપડતી ભાવનગર-દિલ્હી સરાયરોયલા ટ્રેનમાં ભાવનગર શહેર જિલ્લામાંથી અજમેર શરીફ, પુષ્કર, હરિદ્વાર સહિતના પવિત્ર સ્થાનોએ જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો આ ટ્રેનનો લાભ લે છે.
જેમા ખાસ કરીને જાહેર રજાઓ અને વેકેશન સમય દરમિયાન તો મહિનાઓ સુધી કન્ફર્મ ટિકિટો મળતી નથી અને ઘણા જ ટ્રેન મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ટ્રેનમાં ૧ એ.સી. કોચ, ૩ રિઝર્વ કોચ, ૧ રેલવે ગાર્ડ, વિકલાંગ મહિલા વિભાગ અને જનરલ કોચ રહે છે. આમ કુલ પાંચ કોચ લાગે છે તે સુરેન્દ્ર નગરથી રાજકોટ-દિલ્હી સરાયરોયલા ટ્રેનમાં જોડાઈ છે. આ ટ્રેન ભાવનગરથી ઉપાડ્યા બાદ સુરેન્દ્રનગરમાં દોઢથી બે કલાક મુસાફરોએ રોકાવું પડે છે.
આ ટ્રેન સીધી ભાવનગરથી અજમેર, પુષ્કર, હરિદ્વાર સહિતના પવિત્ર ધાર્મિક સ્થળો ઉપર જતી હોવાથી મોટી ઉંમરના વૃદ્ધો, મહિલાઓ અને સહપરિવારજનોને આ ટ્રેન વધુ સુવિધા લાયક અને અનુકૂળ પડે છે પરંતુ આ ટ્રેનમાં કન્ફોર્મ ટિકિટ ઘણીવાર મળતી નથી. બુકિંગ ફુલ થઈ જાય છે. જેથી રેલમુસાફરો રઝળી પડે છે. જેથી આ ટ્રેનમાં વધુ એક જનરલ કોચ મુકવામાં આવે તો ગરીબ, મધ્યમ વર્ગના લોકો આ જનરલ કોચનો લાભ લઈ શકે આ માટે ભાવનગરના પૂર્વ નગરસેવક શબ્બીરભાઈ ખલાણી, કાળુભાઈ બેલીમ, સાજીદભાઈ કાજી સહિતના મુસ્લિમ સમાજના આગેવાનોએ ડીઆરએમ મસુદઅહેમદને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી આ બાબતે યોગ્ય કરાવવા માગણી કરી હતી. તેમજ આ અંગેના આવેદનપત્ર ઉચ્ચકક્ષાએ પણ મોકલવામાં આવ્યા છે અને આ ટ્રેનમાં એક જનરલ કોચ મૂકવાની પણ માગણી કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks