જો હત્યાઓ અને નાગરિકો વિરોધી ઓપરેશન બંધ નહીં કરવામાં આવે તો ભયંકર દેખાવો કરવામાં આવશે : JRL

(એજન્સી) તા.૬
જમ્મુ કાશ્મીરના લિબરેશન ફ્રન્ટના નેતા અને સંયુક્ત પ્રતિકાર નેતૃત્વ(JRL)ના સભ્યએ રાજ્યની સરકાર સામે ચેતવણી ઉચ્ચારતાં કહ્યુંં હતુંં કે જો દક્ષિણ કાશ્મીર ભાગમાં વિસ્તારોને ઘેરી લેવા અને સર્ચ ઓપેરશન કરવા, હત્યાઓ તથા ધરપકડની ઘટનાઓ બંધ નહીં કરવામાં આવે તો અમે ભયંકર દેખાવો કરીશું. મહારેલીઓનું આયોજન કરીશું. જામા મસ્જિદની સામે એક વિરોધ પ્રદર્શનોને સંબોધતાં મલિકે કહ્યુંં હતુંં કે જો સેના અને રાજ્ય સરકાર દ્વારા ખુલ્લેઆમ જમ્મુ કાશ્મીરના નાગરિકો પર કરવામાં આવી રહેલા દમનને બંધ નહીં કરવામાં આવે તો ભયંકર દેખાવો કરવામાં આવશે. અહીં કેદીઓના પરિવારોને હેરાન કરાઇ રહ્યાં છે, સર્ચ ઓપરેશન ચલાવીને ગમે ત્યારે નાગરિકોને હેરાન કરવામાં આવી રહ્યાં છે. મલિકે કહ્યુંં કે દક્ષિણ કાશ્મીરના નાગરિકોનો કોઇ દોષ નથી છતાં તેમને કારણ વિના જ દંડિત કરવામાં આવી રહ્યાં છે. તેમને સેનાની દયા પર જીવવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે. જોકે દક્ષિણ કાશ્મીરનો નાગરિક પણ હવે સતત ભયના ઓથારે જીવન જીવી રહ્યો છે. જોકે સંયુક્ત પ્રતિકાર નેતૃત્વએ એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરીને દક્ષિણ કાશ્મીરમાં તાજેતરની આતંકી લહેર અને નાગરિકોની હત્યા તથા અન્ય ઘટનાઓની આકરી ટીકા કરી હતી. જેઆરએલએ નોંધ લીધી કે નાગરિકો વિરોધી અભિયાન(સીએએસઓ)ના નામ હેઠળ દક્ષિણ કાશ્મીરમાં મોટી સંખ્યામાં સૈનિકોનો ખડકલો સર્જી દેવામાં આવ્યો છે. નાગરિકોની હત્યાઓ કરવામાં આવી રહી છે. બહાનું આતંકીઓનું આપવામાં આવે છે. સેના સર્ચ ઓપરેશન ચલાવે છે અને સમગ્ર વિસ્તારને વારંવાર ઘેરીને નાગરિકોને જ નિશાન બનાવે છે. આ ઓપરેશનને કારણે જ નાગરિક ફયાઝ વાણી અને અન્ય લોકોની હત્યા મામલે સેના સામે આંગળીઓ ચિંધવામાં આવી રહી છે. આ સર્ચ ઓપરેશન ફકત લોકોને ભયભીત કરવા માટે જ ચલાવવામાં આવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks