ભયંકર હિંસા વચ્ચે બળવાખોરોને પકડી પાડવામાં મદદ કરવા રોહિંગ્યા મુસ્લિમોને મ્યાનમારે વિનંતી કરી !!!

(એજન્સી) તા.૪
મ્યાનમારના ઉત્તરપશ્ચિમી વિસ્તારમાં રહેતા રોહિંગ્યા મુસ્લિમો પર મ્યાનમાર સરકાર અત્યાચાર કરવાનું બંધ નથી કરતી અને દિવસે ને દિવસે તેમની હત્યાઓ કરતી જઇ રહી છે અને પછી તેમની જ મદદ પણ માગી રહી છે. મ્યાનમારની સરકારે રોહિંગ્યા મુસ્લિમો પાસેથી એવી મદદ માગી છે કે જે લોકો મ્યાનમારની સેનાના મથકો પર હુમલા કરી રહ્યાં છે, સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઇ રહ્યાં છે અને હિંસક ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે તેવા લોકોને પકડી પાડવા માટે મ્યાનમારની સેનાને સહયોગ આપે. જોકે તાજેતરમાં જ મ્યાનમારમાં ફાટી નીકળેલી સૈન્ય અને નાગરિકો વચ્ચેની હિંસાને કારણે લગભગ ૪૦૦ જેટલા રોહિંગ્યા મુસ્લિમોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે અને આ કારણે જ પ૮,૬૦૦ જેટલા રોહિંગ્યા મુસ્લિમો આશ્રયવિહોણા બન્યા છે અને તેઓ બીજા દેશો જેવા કે બાંગ્લાદેશ અને ભારતમાં શરણ લેવા માટે મજબૂર થયા છે. અંદાજે ૧.૧ મિલિયન જેટલા રોહિંગ્યા મુસ્લિમો છે તેમની સામે બૌદ્ધ ધર્મની બહુમતી ધરાવતા મ્યાનમાર દ્વારા આવું દમન ગુજારવામાં આવી રહ્યું છે. આ દમન આંગ સાન સુ કીની સરકાર દ્વારા ગુજારવામાં આવી રહ્યું છે. જોકે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને પણ કહ્યું હતું કે મુસ્લિમો પર ગુજારવામાં આવતાં દમનની આકરી કિંમત ચૂકવવી પડશે. જોકે તમને જણાવી દઇએ કે આ હિંસક ઘટનાઓની શરૂઆત ગત વર્ષે ઓક્ટોબર મહિનાથી થઇ હતી જેમાં મ્યાનમારની સેનાના પોસ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેનો આરોપ રોહિંગ્યા મુસ્લિમો પર મૂકી દેવાયો હતો. જોકે આ આરોપનો લાભ લઇ ફરીથી રોહિંગ્યા મુસ્લિમોની હેરાનગતિ શરૂ કરી દેવામાં આવી છે. જોકે આ તમામ ઘટનાઓ વચ્ચે સ્ટેટ રન ગ્લોબલ ન્યુ લાઇટ ઓફ મ્યાનમાર દ્વારા રવિવારે માઇકમાં જાહેરાત કરવામાં આવી હતી કે મંગતોવ વિસ્તારમાં રહેતા ઇસ્લામિક નાગરિકોને જણાવવામાં આવે છે કે જ્યારે મ્યાનમારના સુરક્ષાદળો ગામમાં પ્રવેશ કરે અને અરાકાન રોહિંગ્યા સાલવેશન આર્મીના કટ્ટરવાદીઓને શોધવાનો પ્રયાસ કરે તો તે સમયે ગામડાના લોકો તેમને સહયોગ આપે અને કોઇપણ પ્રકારની હિંસા કે અથડામણ કરવાથી બચે. તમને જણાવી દઇએ મ્યાનમારની સરકાર દ્વારા અરાકાન સંગઠનને આતંકી સંગઠનનો દરજ્જો આપવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks