National

હસીન જહાં અમરોહા પહોંચતાં ભયભીત શમીએ પોલીસને લખ્યો પત્ર

(એજન્સી) નવી દિલ્હી, તા.૭
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચેનો મામલો શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. હસીન જહાં પોતાની દીકરી સાથે કોલકત્તા ખાતેના શમીના નિવાસસ્થાન અમરોહા પહોંચી ગઇ છે. હસીન પહોંચતાની સાથે જ તેણે પોલીસને તેની સુરક્ષાને લઇને વિનંતી કરી છે અને કહ્યું કે તેઓ તેને શમીના ઘરે લઇ જાય. જ્યારે પોલીસ હસીનને શમીના ઘરે લઇને ગઇ ત્યારે તેના ઘરે તાળું હતું. બીજી બાજુ મોહમ્મદ શમીએ પણ પોલીસને મદદ માટે પત્ર લખ્યો છે. જેમાં તેણે લખ્યું કે તેનો પરિવાર ભયભીત છે.
મોહમ્મદ શમીએ અમરોહા પોલીસને એક પત્ર લખ્યો છે જેમાં કહ્યું કે મારો પરિવાર મારી પત્ની હસીન જહાંથી ભયભીત છે. તેથી તેને હું મારી સાથે મારા ઘરે ન રાખી શકું.
શમીએ અમરોહા પોલીસ અધિક્ષકને લખ્યું કે મહોદય હું તમને મારી પત્ની હસીન જહાં દીકરી સાથે અમરોહા આવી પહોંચી છે. મારો મારી પત્ની હસીન જહાં સાથે પાછલા દિવસોમાં જે કંઇ પણ વિવાદ ચાલી રહ્યો છે, જેમાં તેણે મારા અને મારા પરિવારજનો પર બળાત્કાર અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. જેના પગલે હસીન જહાં ફરીથી અમરોહા સ્થિત ઘરે આવતા હું પોતે ભયભીત છું. ઘરમાં મારી માતા, બહેન અને ભાઇ પણ રહે છે. આ લોકો પર પહેલાં પણ હસીન જહાંએ અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. એવું ન થાય કે તે ફરીથી આ આરોપ લગાવીને મને ફસાવવાનો પ્રયાસ કરે. હું આવી પરિસ્થિતિમાં પોતાની પત્ની સાથે ન રહી શકું. મારી તમને વિનંતી છે કે જો હસીન જહાં ઇચ્છે તો અમરોહાની કોઇ હોટલમાં રહી શકે છે. તે હોટલનો ખર્ચ હું આપવા માટે તૈયાર છું. મહોદય તેથી હું તમને પહેલાં જ હસીન જહાં અને બાળકીની સૂચના આપી રહ્યો છું જેથી ભવિષ્યમાં કોઇપણ પ્રકારનો આરોપ મારા અથવા મારા પરિવાર પર ન લાગે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.