(એજન્સી) નવી દિલ્હી, તા.૪
સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગે જણાવ્યું કે એમણે ગાઝિયાબાદની બોયોમેડ કંપની જે પોલિયોની રસી બનાવી સપ્લાય કરે છે એમની ઉપર પ્રતિબંધ મૂકાયો છે. આ રસીમાં ટાઈપ-ર પોલિયોે વાયરસ મળી આવ્યા હતા. સોમવારે અમુક અહેવાલો મળ્યા હતા કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં બાળકોને પોલિયોની રસી અપાઈ હતી એ દૂષિત હતી. તપાસ કર્યા પછી માહિતી મળી કે અમુક શીશીઓમાં ઁ૨ વાયરસ મળી આવ્યા હતા. રિપોર્ટ મળ્યા પછી આ ઉત્પાદકનો બધો માલ અટકાવી દેવાયો હતો. ડીસીજીઆઈ તત્કાલ ઉત્પાદ સામે એફઆઈઆર નોંધાવી હતી અને કંપનીને ઉત્પાદન બંધ કરવા નોટિસ પણ આપી હતી. મંત્રાલયના જણાવ્યા મુજબ રસીના વધુ સેમ્પલો તપાસ માટે કસૌલીની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમણે વાયરસ હોવાની પુષ્ટિ કરી હતી. મંત્રાલયની માહિતી મુજબ ૧૯૯૯માં P૨ વાયરસ કેસ મળી આવ્યો હતો અને પોલીસનો છેલ્લો કેસ ર૦૧૧ના વર્ષમાં મળી આવ્યો હતો. ર૦૧૪ના વર્ષથી ભારતને પોલિયો મુક્ત જાહેર કરાયું છે અને હાલમાં પણ પોલિયો મુક્ત છે.