(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
ભીમા-કોરેગાંવ હિંસાના અનુસંધાને પુણે શહેરની પોલીસે જાણીતા માનવ અધિકાર રક્ષણના ચળવળકારીઓ અને વકીલો જેમાં સુધા ભારદ્વાજ, સુરેન્દ્ર ગાડલિંગ અને અરૂન ફેરેરિયા હતા એમની ધરપકડો કરી હતી જ્યારે પુણે પોલીસના ગ્રામ્ય વિભાગ બે જાણીતા હિન્દુત્વ ચળવળકારીઓ મિલિંદ એકબોટે અને સંભાજી ભીડેની આ જ હિંસા પ્રકરણમાં તપાસ કરી રહી હતી. એ બંનેને બચાવવા માટે અને અન્ય હિન્દુત્વ ચળવળકારીઓને છાવરવા માટે ‘શહેરી નકસલ’ની થીયરી વહેતી કરવામાં આવી છે. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં પુણેની ગ્રામ્ય પોલીસે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી એકબોટેની આગોતરા જામીનનો વિરોધ કર્યો હતો. એના પછી પુણેની શહેરી પોલીસે ‘શહેરી નક્સલ’ના પાસાંને ધ્યાનમાં રાખી તપાસો શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. દલિત નેતા પ્રકાશ આંબેડકરે જણાવ્યું કે, પોલીસ હિન્દુત્વ ચળવળકારીઓની ૯ વાગે ધરપકડ કરે છે અને કોર્ટમાં ૧૧ વાગે રજૂ કરે છે અને એ જ દિવસે આરોપીઓને જામીન આપવામાં આવે છે. જેથી એમને કોઈ પૂછે કે તમોએ કોઈ પગલાં લીધા હતા. ત્યારે એ કહે કે હા અમે પગલાં લઈ ધરપકડ કરી હતી પણ કોર્ટ એમને છોડી દે તો અમે શું કરીએ ? કોર્ટ અમારી સાથે નથી.