ભીમા કોરેગાંવ ખાતે દલિતો પર થયેલ અત્યાચાર મુદ્દે અમરેલી જડબેસલાક બંધ

(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૫
મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવ શોર્ય દિન દ્વિતીય શતાબ્દી નિમિત્તે દલિતો ઉપર કરવામાં આવેલ હિચકારા હુમલાને લઇ સમગ્ર મહારાષ્ટ્રમાં તંગદિલી મચ્યા બાદ આ બનાવની ગુજરાતમાં પણ ચિનગારી ભડકેલ હતી. જેમાં દલિતો દ્વારા હુમલાને લઇ રેલી અને બંધન એલનો આપેલ હતા. જેને બનાવને લઇ અમરેલીમાં આજે દલિત સમાજ દ્વારા શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં શહેરના વેપારીઓએ દલિત સમાજને સમર્થન આપી વેપારીઓએ જડબેસલાક બંધ રાખ્યું હતું. મહારાષ્ટ્રના પુના શહેર પાસે ભીમા કોરેગાંવ જતાં દલિતો ઉપર સુનિયોજિત પૂર્વક ષડયંત્રના ભાગરૂપે આરએસએસ તથા મનુવાદી ભગવાવાદીઓ દ્વારા દલિતો ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આવું હીન કૃત્ય કરી આવા દેશદ્રોહી સંગઠનો દેશમાં વર્ગવિગ્રહ ઉભો કરી રહ્યા છે અને તેના આવા ફાસીવાદી, મનુવાદી, જાતિવાદી ભારત સરકાર તથા ગુજરાત સરકાર ચલાવી લે છે તેમ અમરેલી જિલ્લા દલિત સમાજ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું હતું. આજે અમરેલી જિલ્લા દલિત સમાજ દ્વારા આજે અમરેલી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને લઇ સમગ્ર અમરેલી શહેરના વેપારીઓએ દલિત સમાજને ટેકો આપી બંધને જડબેસલાક બંધ રાખ્યું હતું. દલિત સમાજના આગેવાન નવચેતન પરમાર તેમજ માધુયભાઈ ગોહેલ બીવી પરમાર નારણભાઇ માણસુરભાઈ કે એક વાળા સહિતના આગેવાનો તેમજ દલિત સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી, ભીમા કોરેગાંવ ખાતે બનેલ બનાવમાં કસુરવારો સામે ન્યાયિક પંચ દ્વારા તપાસ સોંપવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks