ભીમા કોરેગાંવ હિંસાના હિન્દુત્વવાદી નેતાઓ સામે યાકુબ મેમણની જેમ ખટલો ચલાવવો જોઈએ : પ્રકાશ આંબેડકર

(એજન્સી) મુંબઈ, તા. ૧૦
ડો. ભીમરાવ આંબેડકરના પૌત્ર પીઢ દલિત નેતા પ્રકાશ આંબેડકરે ૧લી જાન્યુ.ના રોજ ભીમા-કોરેગાંવના યુદ્ધની શતાબ્દી ઉજવણી પ્રસંગે હિંસામાં સંડોવાયેલ મિલિન્દ એકબોટે અને શંભાજી ભીડે જેવા જમણેરી પાંખના કાર્યકરોની ધરપકડ કરવી જોઈએ. અને યાકુબ મેમણની જેમ તેમની સામે ખટલો ચલાવવો જોઈએ. યાકુબ મેમણને ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં મેમણની ફાંસીની સજા થઈ હતી. એકબોટે અને ભીડે પર અત્યાચાર નિવારણ ધારાની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બંનેએ રમખાણો ભડકાવ્યા હતા તે સમગ્ર રાજ્યને ભરખી ગયા હતા.
ગાયકવાડને એ વાતનો યશ જાય છે કે જ્યારે શિવાજી મહારાજના પુત્ર શંભારાજે ભોસલેની અંતિમ ક્રિયા કરવામાં મદદ કરી હતી. ભીમા કોરેગાંવ ખાતે ફાટી નીકળેલી હિંસા પૂર્વયોજિત હતી. લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા અને હિંસા આચરવા માટે શસ્ત્રો પૂરા પડાયા હતા. એકબોટે અને ભીડેએ આ હુમલાના મુખ્ય સૂત્રધારો છે. ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણાને ઈજાઓ થઈ હતી. મારો પ્રશ્ન સરકારને એ છે કે આ આરોપીઓ છટકી કઈ રીતે ગયા ? તેઓ કેમ જેલના સળિયા પાછળ નથી ? હું સરકારને અપીલ કરું છું કે જે લોકો જવાબદાર છે તેમને યાકુબ મેમણની જેમ કલમ ૩૦૨ હેઠળ ધરપકડ કરવી જોઈએ.
પૂણેના રહેવાસી મિલિન્દ એકબોટે સામે એફઆઈઆર દાખલ કરી છે ત્યારથી ફરાર છે જ્યારે સાંગલી સ્થિત શંભાજી ભીડે મુક્તપણે ફરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks