વાપી,તા.ર૧
વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કેન્દ્ર સરકારે કરેલા રાફેલ યુધ્ધ વિમાનોમાં ભ્રષ્ટાચાર સામે લડતો આપવા માટે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર સામે આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે અને તે આંદોલન ના રૂપે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે અને વલસાડ શહેરમાં ટાવર પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભાર્ગવ દવે ના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના જીલ્લા ઇન્ચાર્જ ઈરફાન કાદરી તરફથી આપવામાં આવેલા આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભોલા પટેલ. , , પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના એ.આઈ.સી.સી. સભ્ય શીતલબેન પટેલ , વલસાડ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાવનાબેન., કાલી ભાઈ સહિત. યુથ કોંગ્રેસ ના કાર્યકરો તથા કોંગ્રેસ ના કાર્યકરો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કેન્દ્ર ની ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ આ રાફેલ યુધ્ધ વિમાનોમાં ભ્રષ્ટાચાર વાળો સોદો ડીલ રદ કરવાની માગણી કરવામાં આવી છે.
સમગ્ર વલસાડ જિલ્લામાં યુથ કોંગ્રેસ તરફથી આપવામાં આવેલા આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભાર્ગવ દવેએ ધરમપુરમાં રાફેલ યુધ્ધ વિમાનોમાં ભ્રષ્ટાચાર સામેઆ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.