મનોહરલાલ ખટ્ટર સરકાર કામ કરવામાં નિષ્ફળ ગઈ, લોકો આતુરતાથી ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે : ભૂપેન્દ્રસિંગ હુડ્ડા

(એજન્સી) ચંદીગઢ, તા.ર૯
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંગ હુડ્ડાએ આરોપ મૂક્યો છે કે, હરિયાણાની ખટ્ટર સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. લોકો હવે ભાજપને સબક શીખવાડવા આતુરતાપૂર્વક ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ખટ્ટર સરકાર વિકાસના મોટા દાવા કરે છે પરંતુ હકીકતમાં કંઈ જ થયું નથી. સરકાર બિનકાર્યક્ષમ પુરવાર થઈ છે. દરેક મોરચે નિષ્ફળ પુરવાર થયેલી સરકાર લોકોમાં તેની છાપ ગુમાવી રહી છે. તેમણે કહ્યું કે, ખેડૂતો, બેરોજગારો, યુવાનો, વેપારીઓ ભાજપ સરકારથી ધરાઈ ગયા છે. કાનૂન વ્યવસ્થા તૂટી પડી છે. લોકો હવે આગામી ચૂંટણીમાં તેને પાઠ ભણાવવા તૈયાર થયા છે. તેમણે આરોપ મૂક્યો કે, ખટ્ટર સરકારે રાજ્યના અર્થતંત્રને ડામાડોળ કરી દીધું છે. કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે રાજ્યનું દેવું ૬૦ હજાર કરોડ હતું. જે ભાજપના રાજ્યમાં વધીને ૧.૬૧ લાખ કરોડે પહોંચ્યું છે. ભાજપ રાજ્યમાં ૬ લાખ કરોડના રોકાણના દાવા કરે છે. પરંતુ હકીકત તે દેખાતું નથી. મોટી વિકાસની યોજનાઓ કોંગ્રેસ સરકારમાં બની હતી. ખટ્ટર સરકારે પબ્લિસિટી પાછળ નાણાંનો ધુમાડો કર્યા. કોંગ્રેસની જનક્રાંતિ યાત્રાને રાજ્યમાં મોટાપાયે સફળતા મળી રહી છે. લોકોનો મોટાપાયે ટેકો મળે છે. કોંગ્રેસ પાણી માટે હરિયાણાના હક્કો માટે લડે છે. બીજા પક્ષો તેનું રાજકારણ રમે છે. યમુના કેનાલ ઝડપી બાંધકામ માટે કેન્દ્રને રજૂઆત માટે તેઓ ખટ્ટર સરકારને મદદ માટે તૈયાર છીએ. હુડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયાર છે. વાજપેયીનું યોજનાઓ પાછળ નામ લગાવવાના નિર્ણયને તેમણે ટેકો આપ્યો હતો. વાજપેયી સર્વમાન્ય નેતા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks