બિહાર રોડરેઝ : જદયુના પૂર્વ ધારાસભ્યના પુત્ર રોકી યાદવને ૧૯ વર્ષના યુવકની હત્યા બદલ દોષિત ઠરાવાયો

(એજન્સી) પટણા, તા.૩૧
મે ર૦૧૬માં કાર ઓવરટેક કરવાના મુદ્દે ૧૯ વર્ષના યુવકની ગોળી મારી હત્યા કરવાના બનાવમાં જદયુના પૂર્વ ધારાસભ્ય મનોરમાદેવીના પુત્ર આરોપી રોકી યાદવને કોર્ટે દોષિત ઠરાવ્યો છે. સજાની જાહેરાત ૬ સપ્ટેમ્બરના રોજ કરાશે. જદયુના ધારાસભ્ય મનોરમા દેવીના પુત્ર રોકી યાદવે ૧૯ વર્ષના યુવકની કરેલી હત્યા બાદ કેસ ધીમો ચલાવવા બદલ નીતિશકુમાર પર આરોપ મૂકાયો હતો. કોર્ટે રોકી યાદવ અને ટેની યાદવ તેમજ બોડીગાર્ડ રાજેશ, પિતા બિન્દિ યાદવને પણ દોષિત ઠરાવ્યા હતા. જેમની સામે પુરાવા નાશ કરવાનો આરોપ છે. ચુકાદાને પીડિત પરિવારે આવકારી ન્યાય મળ્યો હોવાનો અહેસાસ અનુભવ્યો હતો. બિહારના જદયુ ધારાસભ્ય મનોરમા દેવીનો પુત્ર રોકી યાદવ ર૦૧૬ મે માસમાં ગયાથી બોધગયા કારમાં જઈ રહ્યો હતો ત્યારે આગળ જતી કારે સાઈડ નહીં આપતાં ઝપાઝપી થતાં રોકી યાદવે આગળ જતી કારના માલિક આદિત્ય સચદેવને ગોળી મારી હતી જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ મૃત આદિત્યના પિતાએ ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપી રોકી યાદવ, ટેનિ યાદવ, બિન્દી યાદવ (પિતા) અને બોડીગાર્ડ રાજેશકુમાર સામે ગુનો દાખલ કરી તપાસ બાદ કોર્ટમાં તહોમતનામુ દાખલ કર્યું હતું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ઝડપી ટ્રાયલના આદેશ પછી જિલ્લા અદાલતે આજે ચુકાદો આપી મુખ્ય આરોપી સહિત ચાર આરોપીઓને દોષિત ઠરાવી જેલમાં મોકલી આપવાનો આદેશ આપ્યો હતો. મૃતક આદિત્ય ધો.૧રનો વિદ્યાર્થી હતો. તેની સામે કારમાં મુસાફરી કરનાર મિત્રોએ કોર્ટમાં આરોપીઓને ઓળખવાનો ઈન્કાર કરી દીધો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks