અમદાવાદ,તા.૧
ગત અઠવાડીયે ગુજરાત એટીએસની ટીમે નકસલી રાજેશ મોચીની વાપીમાંથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ એટીએસે રાજેશ મોચીની પૂછપરછ કરતા તેણે બિહારના બસકટવાના જંગલોમાં હથિયાર સંતાડ્યા હોવાનો ખુલાસો થયો હતો. આ માહિતીને આધારે બિહાર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરતાં એક ઝાડ નીચે છુપાવેલી એકે ૫૬, ૩૦૦૬ બોરના ૬૮ કાર્તુસ મળી આવ્યા હતા. જે પોલીસે જપ્ત કર્યા હતાંળ્બિહાર પોલીસને રાજેશ મોચી ગુજરાતમાં છુપાયો હોવાની માહિતી માઓવાદી સંગઠનના બિહાર-ઝારખંડના એરિયા કમિટી ઈન્ચાર્જ પ્રદ્યુમ્ન શર્માએ રાજેશને લખેલા પત્રથી થઈ હતી. આ પત્રમાં પ્રદ્યુમ્ન શર્માએ રાજેશને લખ્યું હતું કે, મારા હથિયાર મને પાછા આપી દે અને તું ગુજરાતમાં છુપાયો છે તેની મને જાણકારી છે. આ પત્રમાં રાજેશનું સરનામું હતું જેને લઈ બિહાર પોલીસે ગુજરાત એટીએસને જાણ કરી હતી અને રાજેશ ઝડપાઈ ગયો હતો.
0