બિહારમાં ઘણા જિલ્લાઓમાં હિંસક અથડામણ ડઝનબંધ લોકોને અટકાયતમાં લેવાયા

(એજન્સી) સીતામઢી,તા.ર
સીતામઢી જિલ્લામાં જુલૂસ દરમ્યાન ભીડમાં સામેલ અસામાજિક તત્વોએ બાજપટ્ટી, પરિહાર તથા બૈરગનિયા ક્ષેત્રોમાં અથડામણના બનાવો બન્યા હતા. બાજપટ્ટી ક્ષેત્રમાં મધુબન બજારમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ બાદ પથ્થરમારો થયો હતો. આ દરમ્યાન ઘર અને દુકાનો તોડવામાં આવી હતી, અને લૂટફાટની ઘટનાઓ પણ બની હતી. અસામાજિક તત્વોએ બે બાઈકને આગ ચાંપી દીધી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બાજપટ્ટીના અધિકારી શશીરંજન યાદવ અને હવાલદાર જિતેન્દ્ર ઠાકુરને માથામાં ઈજા થઈ હતી.
બીડીઓ મુકેશકુમાર સહિત ઘણા પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસની ટીમે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા લાઠીચાર્જ અને ચાર રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા. પોલીસે આશંકાના આધાર પર બે ડઝન લોકોને હિરાસતમાં લીધા હતા. ધરપકડ કરાયેલ લોકોથી પૂછપરછ થઈ રહી છે. ડીએમ-એસપી સહિત અધિકારીઓની દરેક જગ્યાએ હથિયાર બંધ જવાનને ઉભા રાખવામાં આવ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks