બાઈક પર જતા દંપતીને અટકાવી ચાર લૂંટારૂઓએ લૂંટી લીધા

દાહોદ,તા.૪
ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ગામના સુખીદેવી ફળીયામાં રહેતા નારસીંગ સોમાભાઈ બારીયા તથા તેની પત્ની કમલીબેન તેમની ફોઈને ત્યાંથી ઉછીના રૂપિયા ૧પ૦૦૦ લઈ મોટર સાયકલ પર તેમના ઘરે મોટી ઢઢેલી ગામે આવવા ગતરોજ સાંજના છ વાગ્યાના સુમારે નીકળ્યા હતા. તે દરમ્યાન રસ્તામાં ભીટોડી ગામે હનુમાન મંદીર નજીક રોડ પર લૂંટના ઈરાદે ઉભેલા પટીસરા ગામના અલ્કેશ ધુળાભાઈ સંગાડા, રાકેશ મુળજીભાઈ સંગાડા, શના ધુળાભાઈ સંગાડા તથા રાકેશ ધુળાભાઈ સંગાડાએ નારસીંગ બારીયાની મોટર સાયકલ રોકી નારસીંગના હાથમાં પહેરેલ ૩૦૦ ગ્રામ વજનનું રૂપિયા ૬૦૦૦ની કિંમતનું ચાંદીનું ભોરીયું અલ્કેશ સંગાડા તથા સના સંગાડાએ બળજબરીથી કાઢી લઈ તથા કમલીબેન પાસે પાકીટમાં મુકી રાખેલ રૂપિયા ૧પ૦૦૦ની રોકડ બળજબરીથી કાઢી લઈ ચાંદીનું ભોરીયું તથા રોકડ મળી રૂપિયા ર૧,૦૦૦ની મત્તા બળજબરીથી લૂંટી લઈ લુટારૂઓ નાસી ગયા હતા.આ સંબંધે નોંધાયેલ ફરિયાદના આધારે સુખસર પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks