ભાવનગરમાં બિલ્ડરનું કારમાં અપહરણ પોલીસે ત્વરીત કાર્યવાહી કરી છોડાવ્યા

એક અપહરણકાર ઝડપાયો ભાવનગર, તા.૧પ
ભાવનગરના જાણિતા બિલ્ડર અને ભાજપના આગેવાનનું શહેરના ફેસન્ટ સર્કલ પાસેથી અપહરણ કરી ત્રણથી ચાર શખ્સો મારૂતીવાનમાં ફરાર થઈ ગયાં હતાં. જો કે પોલીસતંત્ર દ્વારા ત્વરીત કાર્યવાહી કરી અપહૃત બિલ્ડરને અપહરણકારોના કબજામાંથી છોડાવ્યા હતાં.
ભાવનગરના જાણીતા બિલ્ડર અને ભાજપના આગેવાન યોગેશબાલા શંકર ઘાંઘલા બપોરના સમયે પોતાનું સ્કૂટર લઈ શહેરના ફેસન્ટ સર્કલ પાસે પસાર થઈ રહ્યા હતા. ત્યારે મારૂતીવાનમાં આવેલ ત્રણથી ચાર શખ્સ યોગેશભાઈનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.
આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા એસ.પી., એલ.સી.બી, એસ.ઓ.જી. બી-ડિવિઝન સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને બનાવ સ્થળના સીસીટીવી ફુટેજના આધારે મારૂતીવાનનું લોકેશન મેળવી તપાસ કરતાં અપહરણકારો કાળીયાબીડ તરફ ગયાનું ખુલતા પોલીસ કાફલો કાળીયાબીડ દોડી ગયો હતો અને એક મકાનમાંથી યોગેશભાઈને છોડાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતાં.
અપહરણકર્તાઓ પૈકી એક શખ્સને પોલીસે ઝડપી લીધો હોવાનું જાણવા મળેલ છે. ધોળા દિવસે બિલ્ડરનું અપહરણ થતાં શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks