બિલ્કિસબાનુ ચુકાદો ૨૦૦૨ની ગુજરાત હિંસામાં સરકારની સહઅપરાધિતા સ્પષ્ટપણે દર્શાવે છે

ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટના બાદ હુલ્લડખોર ટોળાએ પાંચ મહિનાની ગર્ભવતી બિલ્કિસ બાનું પર સામૂહિક બળાત્કાર (ગેંગ રેપ) ગુજારીને તેના સાત પરિવારજનોની હત્યા કરવાની ઘટનાના ૧૫ વર્ષ બાદ બિલ્કિસ બાનુંને ન્યાય મળ્યો છે. બોમ્બે હાઇકોર્ટે પોલીસકર્મીઓ અને ડોક્ટરો સહિત સાત શખ્સોની નિર્દોષતા સુલટાવીને તેમજ આ કેસમાં બળાત્કાર અને હત્યાના ૧૧ દોષિતોની સજા યથાવત્‌ રાખીને હાઇકોર્ટે આ ઘટનામાં સરકારી અધિકારીઓની સામેલગિરી અને સહઅપરાધિતાને સમર્થન આપ્યું છે.

૨૮ ફેબ્રુ.અને મે ૨૦૦૨ વચ્ચે ગુજરાતમાં કુલ ૩૦૦ ઘટનાઓ બની હતી જે ગોધરા ખાતે ટ્રેન સળગાવવાની ઘટનાના બદલા તરીકે હોય એવું જણાતું હતું. બેકરી કેસ મહારાષ્ટ્રમાં ચલાવવાના અને કેસનો ખટલો પુનઃ ચલાવવાનો આદેશ કરતા સુપ્રીમકોર્ટના ૧૨ એપ્રિલ ૨૦૦૪ના ચુકાદો પણ ઉચ્ચ સ્તરીય સહઅપરાધિતાની પ્રથમ અદાલતી સ્વીકૃતિ હતી. ત્યારબાદ ફેબ્રુ.૨૦૦૬ના સ્પેશિયલ કોર્ટના ચુકાદામાં પણ વડોદરા પોલીસ પર અને ખટલાની કાર્યવાહી દરમિયાન તેની વર્તણૂક પર સ્પેશિયલ કોર્ટના ફેબ્રુ.૨૦૦૨ના ચુકાદામાં પણ કેટલીક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આખરે ૨૮ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ નરોડા પાટિયા કેસમાં ચુકાદો આવ્યો હતો જેમાં ગોધરા હિંસા પશ્ચાત ઉચ્ચ સ્તરીય સહઅપરાધિતા બહાર આવી છે.

બિલ્કિસબાનું કેસમાં બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો એ રાજ્યના સંબંધિત લોકો દ્વારા બંધારણીય ફરજના ભંગ સમાન હોવાની અદાલતી ગંભીર સ્વીકૃતિ છે. જો કે ન્યાયમૂર્તિઓની ડિવિઝન બેંચે ત્રણ અપરાધીઓને ફાસીની સજા આપવાની માગણી સ્વીકારી નથી. સીબીઆઇએ ગોવિંદ નાઇ, શૈલેશ ભટ્ટ અને જશવંત નાઇ આ ગુનાના મુખ્ય સૂત્રધારો તરીકે ગણાવ્યા હતા. ત્રણ માર્ચ ૨૦૦૨ના રોજ દાહોદ નજીક રાધિકપુર ગામમાં ૧૭ મુસ્લિમો પર હુમલા થયા હતા અને માત્ર એ વખતે ૧૯ વર્ષની બિલ્કિસબાનું અને તેના બે બાળકોનો બચાવ થયો હતો. તેમની ત્રણ વર્ષની પુત્રી સલેહાને પણ પથ્થરથી મારીને મારી નાખી હતી. ૪૩૦ પાનાના ચુકાદામાં અદાલતે નોંધ્યું છે કે લોહી તરસ્યા ટોળાના તેઓ સામેલ હતા પરંતુ હિસ્ટરી સીટર કે રીઢા ગુનેગાર ન હતા. ૨૦૦૮માં ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવેલ પાંચ પોલીસકર્મીઓ અને બે ડોક્ટરોના ભાવિ અંગે ન્યાયમૂર્તિઓ કોઇ પણ જાતની ઉદારતા દાખવવાના મૂડમાં ન હતા. તેમની નિર્દોષતાના ચુકાદાને ફગાવી દઇને અદાલતે નોંધ્યું હતું કે પોલીસકર્મીઓએ મહત્ત્વના સાક્ષીઓના નિવેદનો નોંધ્યા ન હતા.

અદાલતે નોંધ્યું હતું કે આ સહઅપરાધિતાની નક્કર અદાલતી સ્વીકૃતિ છે. અદાલતે જણાવ્યું હતું કે ઘણી પીડિતા મહિલાઓ કપડામાં સંપૂર્ણપણે સજ્જ નહીં હોવા છતાં તબીબોએ મહિલા પીડિતાઓના ગુપ્તાંગોની તપાસ કરી ન હતી. બેંચે જો કે પાંચ પોલીસકર્મીઓ અને બે ડોક્ટરો એમ સાત પુરૂષોની નિર્દોષતા વિરૂદ્ધ દાખલ કરેલ કામની કાર્યવાહી મોકૂફ રાખી હતી.

અદાલતે નોંધ્યું હતું કે લીમખેડાના પોલીસકર્મીઓ કાં તો આરોપી હતા અથવા તો બચાવ પક્ષના સાક્ષી દ્વારા તપાસવામાં આવ્યા હતા અને તેમના કોઇએ ફરિયાદીના કેસને સમર્થન આપ્યું ન હતું. આ કેસમાં પુરાવાના પ્રત્યેક સ્તરે સત્ય અને જુઠાણા એક બીજા સાથે એવી રીતે ભળી ગયા છે કે સત્ય ઇરાદાપૂર્વકની નિષ્ક્રિયતા, વિરોધાભાસ અને જુઠાણા નીચે છૂપાયેલું છે. તપાસમાં પોલીસની ત્રુટિઓ અને પોસ્ટમોર્ટમ કરવામાં ડોક્ટરની ત્રુટીઓ દર્શાવીને ડોક્ટરે જણાવ્યું હતું કે અમારે લીમખેડા પોલીસકર્મીઓ બિલ્કિસ પર થયેલ બળાત્કારની ઘટનાને ડામી દેવા માગતા હતા. પોલીસને બળાત્કારની માહિતી આપતા બિલ્કિસનું પૂરક નિવેદન રેકર્ડ કરવામાં આવ્યું ન હતું. પોલીસે બિલ્કિસના મોઢું દબાવી દીધું હતું કે જેથી ન્યાય માટેનું તેનું આક્રંદ કોઇને સંભળાય નહીં.

સૌ. સબરંગ ઇન્ડિયા સ્ટાફ

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts