અનેક રોગો ફેલાવતી ચલણી નોટો

(એજન્સી) નવી દિલ્હી, તા.૪
બે સંશોધન રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે, ચલણી નોટો અનેક પ્રકારના રોગોને આમંત્રણ આપે છે. વેપારીઓના દેશવ્યાપી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનું કહેવું છે કે, જો આ દાવામાં સત્ય છે તો આ રોગોથી બચવા માટેના ઉપાય હોવા જોઈએ.
રિપોર્ટસ અનુસાર ચલણી નોટો અનેક હાથોમાં પસાર થાય છે. જેમાં ગંભીર રોગોથી પીડાઈ રહેલા લોકો પણ સામેલ છે. તેના જ કારણે ચલણી નોટો અનેક પ્રકારના જંતુઓના સંપર્કમાં આવે છે. જેનાથી હંમેશા માંદા થવાનું જોખમ રહે છે. કેટે પત્રની એક નકલ આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી જે.પી.નડ્ડા અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડો.હર્ષવર્ધનને પણ મોકલી છે. સંગઠનનું માનવું છે કે, સરકાર ઉપરાંત ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આગળ આવવું જોઈએ. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયાએ જણાવ્યું કે, જો આ સંશોધન રિપોર્ટ યોગ્ય છે તો ચલણી નોટો ના માત્ર વેપારીઓ માટે પરંતુ સામાન્ય ગ્રાહકો માટે પણ જોખમકારક છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks