કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટને રાવતે ફગાવ્યા, ‘સેનાનો માનવ અધિકાર રેકોર્ડ કાશ્મીર અને દુનિયા જાણે છે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
સેના પ્રમુક બિપન રાવતે આજે કાશ્મીર પર યુએનના રિપોર્ટને ‘પ્રેરિત’ ગણાવી તેની ટીકા કરી હતી. સેના પ્રમુખે કહ્યું કે, માનવ અધિકારના રેકોર્ડ મામલે ભારતીય સેના સામે સવાલ ઉભા ના કરી શકાય. તેમણે ઉમેર્યું કે, ભારતીય સેનાના માનવ અધિકારનો રેકોર્ડ કાશ્મીરના લોકો અને આંતરરાષ્ટ્રીય સમુદાય સારી રીતે જાણે છે. એક કાર્યક્રમથી ઇતર સેનાપ્રમુખે પત્રકારોને જણાવ્યું હતું કે, સેનાના માનવ અધિકારના રેકોર્ડ અંગે મારે કાંઇ કહેવાની જરૂર નથી. તે તમે બધા જ જાણો છો. મને નથી લાગતું કે, આપણે આ રિપોર્ટ અંગે વધારે ચિંતા કરવાની જરૂર છે. આમાંથી કેટલાક રિપોર્ટ પ્રેરિત છે. સેના પ્રમુખે જણાવ્યું કે, સેનાનો માનવ અધિકાર રેકોર્ડ બધાની સામે જ છે. સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર સંસ્થાના આ મહિને આવેલા રિપોર્ટમાં કાશ્મીરમાં માનવ અધિકારના ઉલ્લંઘનની વાત કરવામાં આવી હતી અને આ અંગે આંતરરાષ્ટ્રીય તપાસની માગ કરી હતી. વિદેશ મંત્રાલયે આ રિપોર્ટને ભ્રામક, પ્રાયોજિત તથા પૂર્વગ્રહથી પ્રેરિત ગણાવ્યો હતો અને આવી નકારાત્મક વાતો નહીં કરવા માગ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks