(એજન્સી) નવી દિલ્હી, તા.૪
નૈતિક અદ્યમતા અને ભ્રષ્ટાચારના કોઈપણ કેસમાં કડક હાથે કામગીરી કરવામાં આવશે. એમ સેનાના વડા બિપિન રાવતે જણાવ્યું હતું. મેજર લીતુલ ગોગોઈના કેસ અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે આ વાત જણાવી હતી. ગોગોઈ શ્રીનગરની હોટલમાં સ્થાનિક મહિલા સાથે ગયા હોવાના આરોપમાં તેઓ દોષિત ઠેર્યા હતા. જનરલ રાવતે જણાવ્યું હતું કે દોષ મુજબ મેજર ગોગોઈ સામે કાર્યવાહી કરવામાં આવશે. મેં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે નિર્લજ્જતા અને ભ્રષ્ટાચારના કોઈપણ આરોપ સામે કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે. જો અદ્યમતાનો કેસ હશે તો અમે તે મુજબ પગલાં ભરીશું અને જો અન્ય ગુનો હશે તો તે પ્રમાણે સજા કરવામાં આવશે. મેજર ગોગોઈ અંગે નવી દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં પ્રશ્ન પૂછાતા જનરલ રાવતે ઉક્ત પ્રતિક્રિયા આપી હતી.
Facebook
0
Twitter
0