બિટકોઈન પ્રકરણની તપાસમાં હવે ઈડીએ પણ ઝંપલાવ્યું

અમદાવાદ,તા.૧૧
બિટકોઇન તોડ પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમે ચાર્જશીટ રજૂ કર્યા બાદ હવે આ મામલે ઇડીએ પણ તપાસ શરૂ કરી છે. ઇડીએ વિવિધ દસ્તાવેજ સીઆઇડી પાસેથી મેળવી લીધા છે. જેનો અભ્યાસ અધિકારીઓ કરી રહ્યાં છે. આ મામલે પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોધવાની કાર્યવાહી ઇડી હાથ ધરે તેવી શક્યતા છે. બીજી તરફ, શૈલેષ ભટ્ટે વર્ષ ૨૦૦૩માં મુંબઇના વેપારી સાથે રૂા.૧.૪૦ કરોડની ઠગાઇ આચરી હતી અને તે કેસમાં સીઆઇડી ક્રાઇમે આરોપી શૈલેષ સહિત સાતના વોરંટ મેળવ્યા છે. ૨૦૦૩ નો કેસ મેટ્રો કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં આરોપીઓ હાજર ન થતા તેમના વોરંટ ઇસ્યૂ કરવામાં આવી રહ્યાં છે. બિટકોઇન પ્રકરણમાં પહેલી ફરિયાદ બાદ નવા નવા ખુલાસા થયા હતા. ત્યારબાદ આ મામલે સુરતમાં પણ એક ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં બિટકોઇનની હેરફેર પ્રકરણમાં હવાલા કૌભાંડ પણ હોવાથી ઇડીએ પણ ઝંપલાયું હતું. સીબીઆઇએ ચાર્જશીટ રજૂ કર્યા બાદ ઇડીએ તાજેતરમાં જ બિટકોઇન પ્રકરણના વિવિધ દસ્તાવેજ સીઆઇડી ક્રાઇમ પાસેથી મેળવ્યા છે. જેનો અભ્યાસ અધિકારીઓ કરી રહ્યા છે. જેમાં કેટલાક હવાલા રેકેટ પણ બહાર આવ્યા છે. જેથી હવે ઇડી આ મામલે સત્તાવાર રીતે થોડા જ સમયમાં કોર્ટમાં ફરિયાદ દાખલ કરે તેવી શકયતા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks