ભાજપ ૨૦૧૯માં પણ સત્તામાં રહેશે કારણ કે, વિપક્ષ એકતાના સપના જ જુએ છે : ઓમર અબ્દુલ્લાહ

(એજન્સી) શ્રીનગર, તા. ૮
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે જણાવ્યું હતું કે, વિપક્ષમાં એકતા પક્ષો માટે ફક્ત કલ્પના જ માત્ર છે અને આના કારણે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. વિપક્ષની એકતાનું મિથક ફકત એક હાઉ જ છે તેમ નેશનલ કોન્ફરન્સના નેતાએ ટિ્‌વટર પર જણાવ્યું હતું. વિપક્ષે જે રીતે હાઉ ઊભો કર્યો છે તે જ ભાજપને ૨૦૧૯માં વધુ પાંચ વર્ષ આપી દેશે.
ઉલ્લેખનીય છે કે, ઓમર અબ્દુલ્લાહે પહેલીવાર સંકેત આપ્યા છે કે, ૨૦૧૯માં પણ ભાજપ સત્તા ટકાવી રાખશે. ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ ઓમરે જણાવ્યું હતું કે, વિપક્ષે હવે ૨૦૧૯ને ભૂલીને ૨૦૨૪ માટે તૈયારીઓ કરવી જોઇએ. ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી માટે યોજાયેલા મતદાન દરમિયાન ઓમરે વિપક્ષની એકતા સામે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસે અહમદ પટેલને પાંચમી વખત રાજ્યસભા માટે પસંદ કર્યા છે જ્યારે ભાજપના ઉમેદવારોમાં તેના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને પૂર્વ કોંગ્રેસી તથા હાલમાં ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે. ઓમરે જણાવ્યંુ હતું કે, રાજ્યસભાની ચૂંટણી માટે પહેલા ક્યારેય આટલું ધ્યાન ખેંચવામાં આવ્યંુ નથી. એક દિવસ પહેલા જયરામ રમેશે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અસ્તિત્વની કટોકટીનો સંઘર્ષ કરી રહી છેતેવા નિવેદન અંગે ઓમરે જણાવ્યું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ જયરામ રમેશના નિવેદનને ગંભીરતાથી લેવાની જરૂર છે અને આ નિવેદનની અવગણના કરવામાં આવશે તો તે દીર્ઘદૃષ્ટી ન કહેવાય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks