ભાજપ દ્વારા મેઈક ઈન ઈન્ડિયાની વાતો જ્યારે ‘મેઈડ ઈન ચાઈના’ના ટેબલેટનું વિતરણ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.પ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ સરકારને પાંચ વર્ષ બાદ ટેબલેટ વિતરણ કરવાનું વચન યાદ આવ્યું અને તેનું વિતરણ શરૂ તો કર્યું પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, ‘મેઈડ ઈન ઈન્ડિયા’ની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકાર પોતે જ મેઈન ઈન ચાઈનાના ટેબલેટનું વિતરણ કરી રહી છે અને એ પણ રૂા.પપ૦૦ની કિંમતે બજારમાં મળતા ટેલેટની કિંમત સરકારે રૂા.૮૦૦૦ જાહેર કરી ટેબલેટના નામે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સોલાર યોજના એલઈડી બલ્બ-ટયુબલાઈટ યોજના અને હવે ટેબલેટ યોજનામાં મોટાપાયે થયેલા ભ્રષ્ટાચાર અંગે તપાસની માગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ટેબલેટની ગુણવતા ખરાબ હોવાથી ત્રણ વર્ષમાં એક પણ ટેબલેટનું વિતરણ કરાયું નથી. તેવી ખુદ રાજયના મંત્રી કબૂલાત કરી ચૂકયા છે. એક ટેબલેટની બજાર કિંમત રૂપિયા પપ૦૦ છે જયારે મોટાપાયે ખરીદી કરી હોવા છતાં એક ટેબલેટની કિંમત રૂપિયા ૮૦૦૦ જાહેર કરી છે અને એ પણ મેઈડ ઈન ચાઈનાનું વિતરણ કરીને હિન્દુસ્તાનના નાગરિકો સાથે બનાવટ કરી રહી છે. સામાન્ય નાગરિકોને ચાઈનીઝ માલના બહિષ્કાર માટે લાગણી ભડકાવનાર ભાજપ અને ભગીની સંસ્થાઓ પોતાની જ સરકારને ચાઈનીઝ માલ ખરીદવા ઉપર કેમ પ્રશ્ન પૂછતા નથી ? સમગ્ર રાષ્ટ્રની સુરક્ષા માટે ખતરારૂપ કામગીરી કતી ચાઈના સરકાર સામે ભાજપ સરકાર કેમ ઘૂંટણીએ પડી ગઈ છે દેશની સુરક્ષા સામે ચેડો કરનાર ચાઈનાના અર્થતંત્રને મજબૂત કરવા માટે મેઈડ ઈન ચાઈનાની જે ચીજ વસ્તુઓની ખરીદી થઈ રહી છે. ખાસ કરીને સરકારી વિભાગોમાં ત્યારે ભાજપ જવાબ આપે કે આ કઈ પ્રકારની દેશભકિત છે. ગુજરાતના શિક્ષક દિને મુખ્યમંત્રીનું નિવેદન જ જણાવે છે કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી ગયું છે. ડિઝિટલ ઈન્ડિયાની વાતો કરનાર ભાજપ શાસનમાં દરેક ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અલગ વર્ગખંડ, દરેક વિદ્યાર્થીઓને સમયસર પાઠયપુસ્તકો, દરેક વર્ગખંડને નિયમ મુજબ પુરા પગાર સાથે શિક્ષકો આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર ચૂંટણી નજીક આવતા નીત નવા ગતકડા કરી રહી છે. ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે હકીકતમાં ભાજપ સરકારની દિશાવિહિન શિક્ષણ વ્યવસ્થાના કારણે ગુજરાત શિક્ષણમાં ર૧મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે. સોલાર, એલઈડી બલ્બ ટયુબલાઈટ અને હવે ટેબલેટ યોજના એ ભાજપની ધનસંગ્રહ યોજનાનો ભાગ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks