ભાજપે મુખ્યમંત્રી પદ ન આપ્યું એટલે નીતિન પટેલે માનસિક સંતુલન ગુમાવ્યું : ડો. મનિષ દોશી

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૩
કોંગ્રેસ ગુજરાતની ચૂંટણીમાં આતંકવાદી હાફિઝ સઈદને લાવી શકે છે તેવા આપેલા નિવેદનના ઉગ્ર પ્રત્યાઘાત આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે નીતિન પટેલને એટલું તો ભાન હોવું જોઈએ કે હાફિઝ સઈદ ગુજરાત કે ભારતનો નાગરિક નથી. નીતિનભાઈને રાજયનું મુખ્યમંત્રી પદ ન મળ્યું તેમજ ભાજપ અને અમિત શાહે અન્યાય કર્યો એટલે માનસિક સંતુલન ગુમાવી ગમે તેમ લવારી કરી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, જે રીતે ભાજપના જુઠ્ઠાણાઓને લીધે વિકાસ ગાંડો થયો છે તેમ નીતિન પટેલની તબિયત પણ બગડતી જાય છે. એટલા માટે એવો અનાપસનાપ નિવેદનો કરે છે સાથે સાથે જે રીતે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને મહેસાણામાં ભારે વિરોધને કારણે ચૂંટણી હારવાનો ડર હોવાથી અમદાવાદમાં સલામત બેઠક બદલવી છે. પરંતુ ભાજપનું મોવડીમંડળ માનતું ન હોવાથી તેઓ તેમની વ્યથા કોંગ્રેસ પર ગમે તેવા નિવેદનો કરી ઠાલવી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે નીતિનભાઈ જો તમે પાટીદારના દીકરા છો તો પાટીદારોની સાચી રજૂઆતો સરકારમાં રજૂ કરશો તો તેમને ન્યાય મળશે અને ન મળે તો ગુજરાતની જનતાને જણાવી શકો કે અમને સરકારમાં ન્યાય મળતો નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks