National

સર્વેમાં આંધ્રપ્રદેશમાં PM પદ માટે રાહુલ ગાંધી લોકોની પહેલી પસંદ : ભાજપમાં ભૂકંપ

(એજન્સી) હૈદરાબાદ, તા.૧પ
આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ પદની રેસમાં નરેન્દ્ર મોદીને પછડાટ આપી છે. આજતક ચેનલ પર પ્રસારિત ઓપિનિયન પોલ સર્વેમાં રાજ્યના ૪૪ ટકા લોકોએ રાહુલ ગાંધીને ર૦૧૯ માટે પીએમ પદનો લોકપ્રિય ચહેરો ગણાવ્યો જ્યારે નરેન્દ્ર મોદીને ૩૮ ટકા લોકોએ પસંદ કર્યા હતા. ઈન્ડિયા ટુડે માઈએક્સીસ સર્વેમાં બીજી હેરાન કરવાવાળી વાત સીએમ પદના ચહેરા અંગે આવી. જેમાં વર્તમાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બીજા નંબરે ચાલી રહ્યા છે. જ્યારે જગન રેડ્ડી પહેલાં નંબરે છે. ૪૩ ટકા લોકોએ જગન રેડ્ડીને અને ૩૮ ટકા લોકોએ ચંદ્રબાબુને પસંદ કર્યા હતા. પાંચ ટકા લોકોએ ત્રીજા ચહેરા તરીકે પવન કલ્યાણને પસંદ કર્યા હતા. વાયએસઆર કોંગ્રેસની લોકપ્રિયતામાં લગાતાર વૃદ્ધિ થતી જાય છે. સર્વે મુજબ ૪ર ટકા લોકો રાજ્યમાં બદલાવ ઈચ્છે છે. જ્યારે ૩ર ટકા લોકોને ચંદ્રબાબુ નાયડુના કામને બિરદાવ્યું, ર૩ ટકા લોકો ચંદ્રબાબુના કામકાજને ઠીકઠાક બતાવે છે. ર૩ ટકા લોકો સરકીને જગન રેડ્ડી તરફ ગયા તો ટીડીપી સરકાર જઈ શકે છે. ટીડીપી આ વર્ષે એનડીએ ગઠબંધનથી અલગ થઈ છે. ત્રણ દિવસ પહેલાં જ ટીડીપીએ તેલંગાણામાં કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે. ચેનલે રાજનીતિક સ્થિતિના લેખાંજોખાં રજૂ કર્યા. જેમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના ઓપિનિયન પોલના પરિણામો બહાર પાડ્યા હતા. ભાજપના પ્રવક્તા નરસિંહમે આંકડાને ફગાવી દીધા હતા. ભાજપ સામે દુષપ્રચાર છે. રાવે કહ્યું કે, ચંદ્રબાબુ નાયડુએ ભાજપને નિશાન બનાવી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો પરંતુ સફળ થયા નહીં.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.