Site icon Gujarat Today

નીતિન પટેલને ગાળો ભાંડતી વીડિયો ક્લિપ ફરતી થતાં ભાજપમાં ગણગણાટ

જૂનાગઢ, તા. ૯
વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા નાયબ મુખ્યમંત્રીને તુંકારા સાથે ગાળો ભાંડતી વીડિયો ક્લિપ ફરતી થતાં ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વિસાવદરનો દાયકા જૂનો પ્રાણ પ્રશ્ન ધારી બાયપાસના મુદ્દે વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખ હરી રીબડીયાની વીડિયો ક્લિપ ગુજરાતમાં ફરતી થઈ છે. તેમાં ત્રણ મિનિટ અને ચાર સેકન્ડના વીડિયો ક્લિપમાં ભાજપ પ્રમુખ ધારી બાયપાસનું કામ તેમણે જ ચાલુ કરાવ્યાનો રૂઆબ કરતાં જણાવેલ છે કે, પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળાએ આ મુદ્દે અનેકવાર ગાંધીનગર જઈને આવ્યા, ગાંધીનગર બેઠા-બેઠા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ કંઈ કરતા નથી તેમ કહી ગાળો ભાંડી હતી અને મેં આ અંગેની ફરિયાદ સંકલનની બેઠકમાં પ્રાંત અધિકારીને કરી ધારી બાયપાસનું કામ તાત્કાલિક ચાલુ કરવા ઉપરથી ટેલીફોનીક સૂચના અપાવી દઈ કામ શરૂ થઈ જવાનું જણાવ્યું હોવાની શેખી મારી રહ્યા છે. તાલુકા ભાજપના જવાબદાર દ્વારા પાર્ટીના મોભી અને નાયબ મુખ્યમંત્રીને ગાળો ભાંડતી વીડિયો ક્લિપ વાયરલ થઈ તેની સામે પાર્ટી શું શિસ્તભંગના પગલા લેશે ખરા ? તેવી ચર્ચા થઈ રહી છે.

Exit mobile version