અમદાવાદ,તા.ર૩
વધુ એક પાટીદાર નેતા અતુલ પટેલે પણ મીડિયા સમક્ષ ચોંકાવનારી ઘટસ્ફોટ કર્યો હતો કે, તેમને પણ એક વ્યકિતએ ફોન કરી ભાજપમાં જોડાવા અને તે માટે રૂા.ર૦ કરોડની ઓફર કરી હતી. અતુલ પટેલે જણાવ્યું કે ફોન કરનાર વ્યકિતએ મને જણાવ્યું કે, તમે પણ વરૂણ પટેલ અને રેશમા પટેલની જેમ ભાજપમાં જોડાઈ જાઓ, તમે કહેતા હોય તો, ભાજપના નેતાઓ સાથે મીટિંગ ગોઠવીએ. જો કે, સાફ શબ્દોમાં મેં આ ઓફર ઠુકરાવી દીધી છે. તેમણે ફોન કરનાર વ્યકિત ભાજપ કે સરકારનો જ કોઈ માણસ હોવાનો દાવો કર્યો હતો. ગુજરાતની રાજનીતિમાં હાલમાં જુદા જુદા મુદ્દાઓને લઈને જોરદાર રાજકીય ગરમી જામી છે. ભાજપમાં જોડાવવા રૂા.ર૦ કરોડની ઓફર મળી : અતુલ ત્યારે વધુ એક પાટીદાર અનામત આંદોલનના નેતાને ખરીદવા માટે રૂા.ર૦ કરોડની ઓફર કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણી પહેલા રાજકીય પક્ષોએ ખરીદ- વેચાણનો ધંધો શરૂ કરી દીધો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે.