ભાજપના મંત્રી કરદાતાના નાણાં વડે દરરોજ ૮૦૯ કિ.મી.નો પ્રવાસ કરે છે

(એજન્સી) તા.૨૧
હરિયાણાના શિક્ષણ પ્રધાન રામવિલાસ શર્મા દરરોજ ૮૦૯ કિ.મી.નો પ્રવાસ કરે છે. રામવિલાસ શર્મા દ્વારા કારના ઉપયોગ પર આરટીઆઇના ડેટા અનુસાર એવું જાહેર થયું હતું કે ૧૪ મહિનામાં રામવિલાસ શર્માએ પ્રતિ માસ ૨૪૩૦ લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને ૩.૪ લાખ કિ.મી.નો પ્રવાસ કર્યો છે.
આમ પ્રતિમાસ કુલ ખર્ચ રૂા.૧.૯૦ લાખ આવ્યો છે.તેના જવાબમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ પ્રધાને જણાવ્યું હતું કે આરટીઆઇમાં એવો પણ ઉલ્લેખ કરવો જોઇએ કે મારૂ મતક્ષેત્ર ચંદીગઢથી ઘણું દૂર છે અને હું મોટે ભાગે કારમાં પ્રવાસ કરવાનું પસંદ કરૂં છું. જો કે આરોગ્ય પ્રધાન અનિલ વીજે જણાવ્યું હતું કે પ્રધાનો સ્વયં કાર હંકારતા નથી અને તેથી કેટલું અંતર કાપ્યું તે એમને કેવી રીતે ખબર પડે ? ડ્રાઇવરો કાર ચલાવતા હોય છે આથી કારે કેટલો પ્રવાસ કર્યો તે ડ્રાઇવરને જ ખબર હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનોના પ્રવાસનો ખર્ચ કરદાતાઓના નાણામાંથી કાઢવામાં આવે છે અને બીજો પ્રશ્ન એ છે કે જો પ્રધાન દરરોજ ૮૦૯ કિ.મીનો પ્રવાસ કરતા હોય તો તેમને કામ કરવાનો ક્યારે સમય મળતો હશે ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks