(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૩
ભાજપ સરકારના ખોખલા ચૂંટણી વાયદાઓ, જુમલા અને રાષ્ટ્રવાદની વાતો સમગ્ર દેશ સામે ખુલ્લા પડી ગયા છે. છેલ્લા ત્રણ વર્ષના શાસનમાં ૧૯૭ જેટલા નાના મોટા આતંકવાદી અને પાકિસ્તાની હુમલાનો ભોગ બન્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં જ પ૭૮ જવાનો અને ૮૭૭ નાગરિકો શહીદ થયા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ર૦૩ સુરક્ષા કર્મીઓ શહીદ થયા છે ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશનીતિ અને પાર્ટટાઈમ સંરક્ષણ મંત્રી દેશના નાગરિકોની સુરક્ષા માટે સમય ફાળવી શકશે ? તેવો પ્રશ્ન ઊઠી રહ્યો છે. સંરક્ષણ દળના આધુનિકરણની વાતો કરતી મોદી સરકારે ભૂમિ દળમાં ૬.૪ ટકા અને નૌકાદળમાં ૧ર.૧ ટકાનો ઘટાડો કર્યો છે તે અંગે જવાબની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં પાકિસ્તાન દ્વારા ૧૩૪૩ વખત ઘુસપેઠનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માત્ર છ મહિનામાં જ પાકિસ્તાન દ્વારા આપણા જવાનોના પાર્થિવ શરીર સાથે ત્રણ વખત અમાનુષી કૃત્ય આચર્યાની ઘટનાઓ બની છે. પમ્પોર, ઉરી અને પઠાણકોટ જેવી ઘટનાઓ ભાજપના શાસનમાં આમ બની હોય તેવું લાગે છે. માત્ર જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ દ્વારા ૧પ૦૦૦ નાગરિકો અને ૪૦૦૦ સુરક્ષા કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે ત્યારે ભાજપ-પીડીપી સરકાર મશરત આલમ અને આરિયા અંદ્રાબી જેવા અલગાવવાદી સાથે નરમાઈભર્યું વર્તન કરી બુરહાન વાનીના પરિવારને સહાય કરવામાં આવે છે. ભારતીય લશ્કરને પર૦૦૦ સૈનિકો, રપ૦૦૦થી વધુ જે.સી.ઓ અને ૯૦૦૦ વધુ અધિકારીઓની અછત હોવા છતાં પૂર્ણ કરવામાં આવતી નથી. ભારતીય વાયુસેનાને ૪પ જેટલા ફાઈટર સ્કવેર્ડનની જરૂર છે જેની સામે માત્ર ઘટની ૩ર જ વધ્યાં છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા ૩પ૦૦૦ કરોડથી વધુ ફાળવેલ ફંડ છેલ્લા ત્રણ વર્ષથી વપરાયા વગર જ પાછું ગયું છે. આંતરિક સુરક્ષાના મુદ્દે પણ સરકાર ઉંઘતી ઝડપાઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સમગ્ર દેશમાં ૩પ૦૦થી વધુ નકસલી ઘટનાઓ બની છે. જેમાં ર૭૧ સૈનિકો અને ૬પપ નાગરિકો શહીદ થયા છે.
વિશ્વમાં સૌથી વધુ પ્રવાસ કરતા વડાપ્રધાન વિદેશ નીતિમાં નિષ્ફળ : ડો. મનીષ દોશી
ભારત દેશનું સંરક્ષણ બજેટ ર૦૧૬-૧૭માં ર,૪૮,૦૦પ કરોડ હતું. જેમાં ભૂમિદળમાં પ૭ ટકા, નૌકાદળમાં ૧૪ ટકા અને હવાઈ દળમાં રર ટકા બજેટ ફાળવવામાં આવે છે. સંરક્ષણ દળને આધુનિકરણના નામે મોટી મોટી વાતો કરનાર મોદી સરકારે ભૂમિદળમાં ૬.૪ ટકા અને નૌકાદળમાં ૧ર.૧ ટકાનો ઘટાડો કર્યો છે. વિશ્વમાં સૌથી વધુ પ્રવાસ કરતાં ભારતના વડાપ્રધાન પોતાની વિદેશનીતિમાં ચોક્કસપણે નિષ્ફળ ગયા હોય તેવું છેલ્લા ત્રણ વર્ષની ઘટનાઓ પરથી ફલિત થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં ચાઈનાની વસ્તુઓની આયાતમાં ૬૦,૦૦૦ કરોડની વૃદ્ધિ આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં વડાપ્રધાન દ્વારા અમેરિકાના ચાર ચાર વખત પ્રવાસ છતાં અમેરિકા દ્વારા પાકિસ્તાનને ૧ર.ર ટકા (૭૪૩ મિલિયન અમેરિકી ડોલર)ની સહાયતમાં વૃદ્ધિ થઈ છે. ઉપરોક્ત મુદ્દાઓ રાષ્ટ્રની સુરક્ષા વિદેશનીતિ માટે ચિંતાનો વિષય છે.