વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપની આગેવાનીવાળી સરકાર શુક્રવારે અવિશ્વાસનો સામનો કરવા જઇ રહી છે જોકે, મોટાભાગે તે આ કસોટીમાંથી પસાર થઇ જશે તેવું માનવામાં આવે છે જોકે, સત્તાપક્ષ અને વિપક્ષ માટે આગામી લોકસભા ચૂંટણી માટેની ગણતરી થઇ જશે. ભાજપના કેટલાક સાંસદો નથી જાણતા કે વિપક્ષની શું યોજના છે. કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ કહ્યું કે, એ જોવું મહત્વનું રહેશે કે, ભાજપના શત્રુઘ્ન સિંહા અને કિર્તી આઝાદ ક્યાં મતદાન કરે છે. સંસદના ગત સત્રમાં તેમનું જે સ્થાન હતું તે હવે ક્યાં છે તેની ખબર પડી જશે. રાજ્યની ચૂંટણીઓ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ પહેલા ભાજપને છોડી શકે તેવા સાંસદોને ટાર્ગેટ કરવા માગે છે. આ યાદીમાં શત્રુઘ્ન સિંહા અને કિર્તી આઝાદના નામ સામેલ છે. આ બંને નેતાઓ બિહારના છે અને તેઓએ પક્ષની નેતાગીરી સામે અંતર જાળવી રાખ્યું છે. જોકે શત્રુઘ્ન સિંહાએ સરકારને સમર્થન કરવાનું જણાવી દીધું છે. તેમણે કહ્યું છે કે, વિપક્ષમાં બૌદ્ધિકો છે પણ તેઓ આ કામ પછી કરવું જોઇતું હતું. જ્યાં સુધી હું ભાજપમાં છું ત્યાં સુધી તેને સમર્થન કરીશ અને દરેક વ્હીપને માનીશ.