ધોરાજી, તા.ર૩
ગુજરાતની ચૂંટણીમાં માત્ર જનતાનો મેજિક ચાલવાનો છે. ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર માટે ઉતારવામાં આવેલા જાદુગરોના મેજિક શો નિષ્ફળ જશે. કારણ કે ગુજરાતની બુદ્ધિશાળી અને ધીરગંભીર જનતાએ સ્વયંભૂ નક્કી લીધેલ છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કારમો પરાજય આપીને ગુજરાતની જનતાની શક્તિનો પરિચય બતાવવામાં આવશે. તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલ ભાજપ સરકાર હતાશા અનુભવી રહી છે. તેમની પાસે આટલા પ્રચાર પ્રચારકો હોવા છતાં ચૂંટણી જીતવા માટે મેજિશિયનોનો સહારો લેવાનો વારો આવ્યો તે ભાજપની કમનસીબી અને નિષ્ફળતા જણાય આવે છેે. ભાવવધારો અને વિવિધ ટેક્સના ભારણથી ભાજપ સરકારરૂપી અલીબાબા ચાલીસ ચોરની મંડળીએ કરરૂપી લૂંટ ચલાવીને જનતાને ખોખલી કરી નાખી છે અને જનતાની કેડ ભાંગી નાખી છે. એટલે ભાજપ દ્વારા પ્રચાર માટે ઉતારવામાં આવેલા જાદુગરોનો કોઈ જાદુ ચાલવાનો નથી. ફક્ત જનતાનો જ જાદુ ચાલવાનો છે. એમ રાજકોટ જિ.કોં.સ.ના ઉપપ્રમુખ કાંતિલાલ સોંદરવાએ એક નિવેદનમાં જણાવ્યું છે.