ઝારખંડ : ભાજપના નેતાએ અધિકારીને સડક વચ્ચે ઝૂડ્યો

(એજન્સી) રાંચી, તા.૧૭
દેશમાં ભાજપના નેતાઓની દબંગાઈ બંધ થવાનું નામ લેતી નથી. ઝારખંડમાં ભાજપના નેતાની મોટર પરથી નેમપ્લેટ હટાવી રહેલા ડીટીઓ પર નેતાએ હુમલો કર્યો હતો. જે હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એનડીટીવીના રિપોર્ટ મુજબ સરકારી નિયમ મુજબ પોલીસ અધિક્ષક કચેરીના ડીટીઓ જિલ્લા ર૦ સુત્રી કાર્યક્રમના ઉપાધ્યક્ષના ખાનગી વાહન પરની નેમપ્લેટ હટાવવા ગયા હતા. તે સમયે ર૦ સુત્રી કાર્યક્રમ ઉપાધ્યક્ષ રાજધાની યાદવ ત્યાં દોડતા આવ્યા અને ડીટીઓ સાથે ગાળો બોલી મારઝૂડ શરૂ કરી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ડીટીઓ એફ બારલા ચોટીલ વીડિયોમાં જોવા મળે છે. ત્યારબાદ રાજધાની યાદવ સામે અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. જો ધરપકડ નહીં થાય તો હડતાળની ચેતવણી ઉચ્ચારી હતી. વીડિયો વાયરલ બાદ ભાજપના નેતાની પોલીસે ધરપકડ કરી છે. ભાજપ નેતા અને ર૦ સુત્રી મંડળના સભ્ય મહેન્દ્ર વૈદ્યે આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે કાનૂનનું પાલન દરેકે કરવું જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks