ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

ભાવનગર, તા.૧૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ૮૯ બેઠકો માટેનું પ્રથમ તબક્કાનું મતદાન શનિવારના રોજ યોજાયું હતું. આ દરમ્યાન ભાવનગરમાં પણ મતદાન થયું હતું, ત્યારે ભાજપાના ર ઉમેદવારો પર આચારસંહિતા ભંગ કર્યા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. ભાજપના આ ઉમેદવારોમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કેશુ નાકરાણીનું નામ શામેલ છે.
જીતુ વાઘાણી અને કેશુ નાકરાણી સામે આચારસંહિતાનો ભંગ કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જીતુ વાઘાણી ભાજપના ભાવનગરથી ઉમેદવાર છે, જ્યારે કેશુ નાકરાણી ભાજપના ગરિયાધારથી ઉમેદવાર છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી જ્યારે મતદાન કરવા ગયા હતા ત્યારે પોતાના બોડીગાર્ડને મતદાન મથકમાં પ્રવેશ કરતાં આચારસંહિતાની ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે કેશુ નાકરાણીએ ભાજપનો પ્રચાર કરતી ગાડીની સાથે મતદાન કરવા માટે પહોંચતા તેમના વિરૂદ્ધ પણ આંતરસંહિતા ભંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે આ મામલે ર્ઇં દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks