ભાજપના સાથીદાર જદયુના ધારાસભ્યએ બારગર્લ સાથે પોલ ડાન્સ કર્યો : વીડિયો વાયરલ

(એજન્સી) પટના, તા.૧ર
બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતાદળે (રાજદ) સત્તાધારી જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)ના એક ધારાસભ્યનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્‌વીટ કર્યો છે. વીડિયોમાં બારબાળા સાથે ઠુમકા લગાવતા ગયા જિલ્લાના ટિકારી વિધાનસભાથી જેડીયુના ધારાસભ્ય અભયકુમાર સિંહા નજરે પડી રહ્યા છે. પોલડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટરૂપે જોઈ શકાય છે કે, ધારાસભ્ય વારંવાર ડાન્સર પાસે જવાનો પ્રયાસ કરી રહ્યા છે. અંતે જ્યારે ધારાસભ્ય થાકીને નીચે પડી ગયા છે તો તેમના સમર્થક તેમને ઉઠાવતા જોવા મળી રહ્યા છે. જો કે, તે સ્પષ્ટ નથી કે આ વીડિયો ક્યારનો છે. પરંતુ ચર્ચા છે કે, વીડિયો થોડા સમય પહેલાંનો છે. આ વીડિયોને લઈને રાજદે મુખ્યમંત્રી નીતિશકુમારની નૈતિકતા પર આકરા પ્રહારો કર્યા છે. રાજદે વીડિયો પોસ્ટ કરતાં લખ્યું છે કે, નૈતિકતા બાબુ નીતિશકુમારના ટિકારીથી પ્રિય ધારાસભ્ય અભયકુમાર સિંહા પોતાના અંતરાત્માની ધૂન પર નાચતા જોવા મળી રહ્યા છે. રાજદના આ ટ્‌્‌વીટ પર લોકોએ વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. એક યૂઝરે લખ્યું કે, આ નીતિશ બાબુનો વિકાસ છે. જે ગાંડો થયો છે. અન્ય એક યુઝરે લખ્યું કે, સત્તાના નશામાં દારૂ પણ પીવાયો. આ ઉપરાંત અનેક યુઝરે ધારસભ્ય અને મુખ્યમંત્રી નીતિશકુમાર પર નિશાન સાધ્યા છે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી નીતિશકુમારે બિહારમાં મહાગઠબંધન તોડીને ભાજપ સાથે સરકાર રચી છે ત્યારથી રાજદ અને તેના નેતા તેમની નૈતિકતાને લઈને નિશાન સાધતા રહે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks