(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રવિવારે કોગ્રેસે તેના ૭૭ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ આજે ભાજપે તેના ર૮ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં ૧પ સીટિંગ એમએલે કપાયા છે. તો નવ ધારાસભ્યોને રિપીટ કરાયા છે. ગુજરાત સરકારમાં શિક્ષણમંત્રી રહી ચૂકેલા વસુબેન ત્રિવેદીનું પત્તંુ કાપીને તેમની જગ્યાએ ભાજપના જૂના જોગી આરસી ફળદુને ટિકિટ અપાઈ છે. જયારે માંડવીથી તારાચંદ છેડા, સાબરકુંડલાથી વલ્લભ વઘાસિયા, રાજકોટ ગ્રામ્યથી ભાનુબેન બાવણરિયાના પત્તા કપાયા છે. જયારે સૌરભ પટેલ અને રમણલાલ વોરાની સીટ બદલાઈ છે. પાંચ ટર્મથી જીતતા રમણલાલ વોરાની બેઠક બદલાતા તેમને દસાડાથી બેઠકની ટિકિટ મળી છે ત્યારે આ ચૂંટણી લડવા માટે તેમને નવેસરથી શરૂઆત કરવી પડશે. તો અગાઉ બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલે ગત ચૂંટણીમાં બેઠક બદલી હતી. પરંતુ આ વખતે ફરી તેમને બોટાદ બેઠકથી ટિકિટ અપાઈ છે. જો કે ભાજપની ત્રીજી યાદીમાં ૧રથી વધુ પાટીદારોને સ્થાન અપાયું છે.
કોણ કયાંથી ચૂંટણી લડશે ?
સીટ ઉમેદવારો
અબડારા- છબીલભાઈ પટેલ
માંડવી- વિરેન્દ્રસિંહ જાડેજા
રાપર- પંકજભાઈ મહેતા
દસાડા- રમણલાલ વોરા
ધ્રાંગધ્રા- જયરામભાઈ સોનાગરા
મોરબી- કાંતિભાઈ અમૃતિયા
રાજકોટ પૂર્વ- અરવિંદ રૈયાણી
રાજકોટ દક્ષિણ-ગોવિંદ પટેલ
રાજકોટ ગ્રામ્ય- લાખાભાઈ સાગઠિયા,
જામનગર દક્ષિણ- આરસી ફળદુ
વિસાવદર- કિરીટભાઈ પટેલ
કેશોદ- દેવાભાઈ માલમ
કોડિનાર- પ્રો.ડો.રામભાઈ વાઢેર
સાવરકુંડલા- કમલેશભાઈ કાનાણી
સીટ ઉમેદવારો
તળાજા- ગૌતમ ચૌહાણ
ગારિયાધાર- કેશુભાઈ નાકરાણી
પાલિતાણા- ભીખાભાઈ બારૈયા
બોટાદ- સૌરભ પટેલ
જંબુસર- છત્રસિંહ મોરી
ભરૂચ- દુષ્યંત પટેલ
કામરેજ- વી.ડી.ઝાલાવાડિયા
સુરત ઉત્તર- કાંતિભાઈ બલ્લર
કરંજ- પ્રવિણ ઘોઘારી
ઉધના- વિવેકભાઈ પટેલ
કતારગામ- વિનુભાઈ મોરડિયા
ચોર્યાસી- ઝંખનાબેન પટેલ
મહુવા- મોહનભાઈ ઢોડિયા
વ્યારા- અરવિંદભાઈ ચૌધરી