કોંગ્રેસ મેઘાલયની પેટાચૂંટણીમાં ઝંપલાવશે, ભાજપ નહીં લડે

(એજન્સી) શિલોંગ, તા. ૩
મેઘાલય વિધાનસભાની બે બેઠકો -સાઉથ તુરા અને રાનીકોરની ૨૩મી ઓગસ્ટે યોજાનારી પેટાચૂંટણીઓમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઊભા રાખશે જ્યારે ભાજપ નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના નેતૃત્વવાળી મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ સરકારનો ભાગ હોવાથી પેટાચૂંટણી નહીં લડવાનો અને એનપીપીના ઉમેદવાર તેમ જ મુખ્ય પ્રધાન કોનાર્ડ સંગમાને સાઉથ તુરા વિધાનસભા મતવિસ્તારમાં સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જો કે, કેસરિયા પક્ષે રાનીકોર મતવિસ્તારની પેટાચૂંટણીમાં ગઠબંધનના કયા ભાગીદારને સમર્થન આપવું, તેના વિશે નિર્ણય લેવાનું હજી બાકી છે. રાનીકોર વિધાનસભા સીટની પેટા ચૂંટણીમાં ગઠબંધન સરકારના ત્રણ સહયોગી પક્ષો -યુનાઇટેડ ડેમોેક્રેટિક પાર્ટી, પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ અને એનપીપીએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી રહ્યા છે. કોંગ્રેસ ગારો સ્ટુડન્ટ્‌સ યુનિયનના ભૂતપૂર્વ નેતા જેકુઇશ કે. સંગમાને રાનીકોર બેઠકની પેટાચૂંટણીમાં જ્યારે તુરા ગવર્નમેન્ટ પબ્લિક સ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ ચાર્લોટ ડબ્લ્યુ. મોમિનને સાઉથ તુરાની પેટા ચૂંટણીમાં પોતાને ઉમેદવારો બનાવ્યા છે. મોમિન રાજ્યના મુખ્યપ્રધાન કોનાર્ડ સંગમાનો સામનો કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks