બિહારમાં ૨૦૧૯માં ભાજપને અમે ૨૨થી વધુ બેઠકો આપીશું નહીં : જનતાદળ (યુ)

(એજન્સી) તા.૭
બિહારમાં શાસક એનડીએમાં સામેલ પક્ષોમાં આગામી લોકસભા ચૂંટણીમાં બેઠક વહેંચણીને લઇને જે ઘમાસાણ મચ્યું છે તે વચ્ચે જનતાદળ (યુ)ના વરિષ્ઠ નેતા કે સી ત્યાગીએ એક મોટું નિવેદન કર્યુ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના આગામી સપ્તાહે બિહાર પ્રવાસ પૂર્વે જનતાદળ (યુ)એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ આગામી વર્ષે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૨૨થી વધુ બેઠકો આપવા તૈયાર નથી. કે સી ત્યાગીએ જણાવ્યું હતું કે તેમનો પક્ષ મોટા ભાઇ તરીકે ચૂંટણી લડશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ૮ જુલાઇના રોજ જનતાદળ (યુ)ની રાષ્ટ્રીય કારોબારીની દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક છે, જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટે બેઠકને લઇને રણનીતિ નક્કી કરાવમા ંંઆવશે. બીજી બાજુ જનતાદળ (યુ) નેતા શ્યામ રજકે પણ જણાવ્યું છે કે નીતિશકુમાર બિહારમાં એનડીએ ગઠબંધનના મુખ્ય ચહેરા તરીકે ચૂંટણી લડશે. જનતાદળ (યુ) બિહારમાં મોટા ભાઇ છે અને નીતિશકુમારનું કામ પણ મોટું છે. જો ભાજપ પોતાના સારા કાર્યોનો પ્રચાર પ્રસાર કરશે તો તે પક્ષ માટે સારું પરિણામ આપશે. ભાજપે તાજેતરમાં એવો સંકેત આપ્યો હતો કે તે રાજ્યની ૪૦ લોકસભા બેઠકોમાંથી નીતિશકુમારના પક્ષને ૯થી વધુ બેઠકો આપવા તૈયાર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ જે બેઠકોને આપવા તૈયાર છે તે બેઠકો યાદવ અને મુસ્લિમોનું વર્ચસ્વ ધરાવતી બેઠક છે. ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં જનતાદળ (યુ)ને ૨૪૩ બેઠકોમાંથી ૭૧ બેઠકો મળી હતી. જ્યારે ભાજપને ૫૩ બેઠકો અને એલજેપી અને આરએલએસપીને ૨-૨ બેઠકો પર જીત મળી હતી. જનતાદળ (યુ)એ એ વખતે રાજદ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી હતી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૨૨ બેઠકો જીતી હતી જ્યારે સહયોગી એલજેપીએ ૬ અને આરએલપીએ ૩ બેઠકો પર જીત મેળવી હતી. હાલ જો કે એનડીએ ગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે બેઠક વહેંચણીની ફોર્મ્યુલા પર વિધિવત વાતચીત હજુ શરુ થઇ નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે ૧૨ જુલાઇના રોજ અમિત શાહ સાથે બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારની યોજાનારી મુલાકાતથી મતભેદો દૂર થવાની આશા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks