અમદાવાદ, તા.૧૪
લાલ ડુંગરીમાં યોજાઇ રહેલી રાહુલ ગાંધીની સભામાં પ્રાસંગિક આપતા સમયે કોંગ્રેસના ડાંગના ધારાસભ્ય મંગળ ગામિત ભાન ભૂલ્યા હતા. તેમણે મંચ પરથી ભાજપને અપશબ્દો કહ્યા હતા.
ડાંગના ધારાસભ્ય મંગળ ગામીતે જણાવ્યું હતું કે જે રીતે જાંબાઝ આ જન આક્રોશ રેલી નહી રેલો છે. આ રેલો દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી નીકળી જ્યારે દિલ્હી પહોંચશે ત્યારે ભાજપે ભાગવું પડશે.આદિવાસીઓના નામે ભાજપે વિકાસના નહિ વિનાશ કર્યો છે. નદી જોડાણ પ્રોજેક્ટ, ભારત માલા પ્રોજેક્ટ આદિવાસીમાલા પ્રોજેક્ટ, આ બધા પ્રોજેક્ટના નામે ભાજપ આદિવાસીઓનું શોષણ કરી રહ્યું છે. ભાજપના (ભડવા નેતાઓ) વિનાશ કરવા બેઠા છે.
આદિવાસીઓની જમીન પચાવી પાડવાની આ ભાજપ સરકાર પુરી કોશિશ કરી રહી છે. એમ જણાવી ઉમેર્યું હતું કે, ભાજપના….ચેતી જજો
5