ગુજરાત : ભાજપને બીજા પક્ષો કરતાં ચાર ગણું વધુ દાન મળ્યું, એક જ જૂથે ર૩ કરોડ આપ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
વર્ષ ર૦૧૧-૧રથી ર૦૧પ-૧૬ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને ગુજરાતમાં પાંચ રાજકીય પક્ષો કરતાં ચાર ઘણું વધુ ડોનેશન મળ્યું છે. એસોસિએશન ફોર ડેમોક્રેડિટ રિફોર્મ્સ (એડીઆર)ના અધ્યયન મુજબ ભાજપને આ દરમિયાન ૮૦.૪પ કરોડનું દાન મળ્યું. આ દાન ર૧૮૬ દાનદાતાઓ દ્વારા મળ્યું હતું. ર૦ હજારથી વધુના દાનની ચૂંટણીપંચને જાણ કરવી પડે. તે મુજબ કોંગ્રેસ, ડાબેરી, બસપા, એનસીપીને ગુજરાતમાં ૧૭.૧૦ કરોડ દાન મળ્યું. ગુજરાતમાં ભાજપને મળેલ દાન બીજા રાજ્યોમાંથી મળેલ દાન કરતાં વધારે છે. ભાજપને કુલ રાજકીય ડોનેશન ૮૦૧.૬૭પ કરોડ રૂપિયાના ૧૦ ટકા ફકત ગુજરાતમાંથી મળ્યું. ભાજપને ગુજરાતમાંથી ૯૭.પપ કરોડ દાન મળ્યું. ગુજરાતમાં તમામ રાજકીય પક્ષોને મળેલ દાનનો આ ૮ર ટકા હિસ્સો છે. જ્યારે પાંચ અન્ય રાષ્ટ્રીય દળોને ગુજરાતમાંથી મળેલ કુલ દાનનો આ ૪.૭ ઘણો વધારે છે. ભાજપ પછી બાકી પાંચ રાષ્ટ્રીય દળોમાં ગુજરાતમાં સૌથી વધુ દાન કોંગ્રેસને મળ્યું. પાંચ પક્ષોએ મળેલ ૧૭.૧૦ કરોડ રૂપિયામાં લગભગ ૧૪.૦૭ કરોડ રૂપિયા કોંગ્રેસને મળ્યા. કોંગ્રેસને આ દાન પ૩ દાતાઓ દ્વારા મળ્યા. સીપીએમને ૩ કરોડ, સીપીઆઈને ૧ કરોડ, એનસીપી અને બીએસપીએ આ દરમિયાન ર૦ હજારથી વધુ દાન ન મળવાની વાત કરી. ટોરેન્ટ પાવરે પાંચ વર્ષમાં રાજકીય પક્ષોને ર૩ કરોડનું દાન આપ્યું જેમાં ભાજપને ૧૩.૬પ કરોડ રૂપિયા, કોંગ્રેસને પ.પ કરોડ, એનસીપીને ૧ કરોડ આપ્યા હતા. ટોરેન્ટો ફાર્માએ ભાજપને ૯ કરોડ દાન કર્યું. કોંગ્રેસને ૩.પ૦ કરોડ, એનસીપીને ૧ કરોડ દાન આપ્યું. કેડીલા હેલ્થકેરે ભાજપને ર.૬૦ કરોડ, કોંગ્રેસને ૧ કરોડ એનસીપીને દાન આપ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ બેઠક પર ફોર્મ ભરતા સમયે ૯.૦૮ કરોડની સંપત્તિ જાહેર કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરૂએ ૧૪૧.રર કરોડની સંપત્તિ જાહેર કરી હતી. ર૦૧૪માં તેમની સંપત્તિ ૭.ર૧ કરોડ હતી. સોગંદનામા મુજબ મુખ્યમંત્રી પાસે રોકડ-દાગીના ૩.૪પ કરોડની સંપત્તિ છે. પત્ની અંજલીબેન પાસે ૧.૯૭ કરોડ છે. રૂપાણી પાસે ૩.૮૩ લાખના અને પત્ની પાસે ૧૪.૧૧ લાખના ઘરેણા છે. ઈનોવો કાર અને વેગન આર કાર પણ છે. રૂપાણી પાસે ૩.૬પ કરોડની અચલ સંપત્તિ છે. ર૦૧૬-૧૭ના રિટર્ન મુજબ રૂપાણી પાસે ૧૮.૧ લાખની વાર્ષિક આવક છે. પત્નીની વાર્ષિક આવક ૩.૩૭ લાખ છે. ર૦૧રમાં રાજગુરૂ પાસે ૧રર કરોડની મિલકત હતી જે બીજા સૌથી અમીર ઉમેદવાર હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts