(એજન્સી) લખનઉ, તા.૧૯
લોકસભા ચૂંટણીઓ દરમિયાન ઉત્તર પ્રદેશમાં ભાજપનો મુકાબલો કરવામાં વિભિજિત વિપક્ષ કેટલો સફળ રહે છે, તેના પર સૌથી વધુ નજર હશે. રાજ્યની ૮૦માંથી મોટાભાગની બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને સપા-બસપા ગઠબંધન વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. આ સંસદીય મતવિસ્તારોમાં ત્રણે વિરોધ પક્ષોએ વોટના વિભાજનની અવગણના કરી છે. જ્યારે અગાઉના આંકડાઓ પર નજર નાખીએ તો આ વખતે પણ મતો વિભાજિત થઇ જવાની શક્યતા નકારી શકાય નહીં. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં ૮૦ સીટવાળા યુપીમાં વિરોધ પક્ષોના મતોનો એક હિસ્સો ભાજપના ખાતામાં ગયો હતો.
ગત લોકસભા ચૂંટણીઓના આંકડાઓ પર નજર નાખીએ તો ભાજપ અને તેના સહયોગી પક્ષોએ ૪૩ ટકા વોટ મેળવીને કુલ ૯૧ ટકા સીટ પોતાના ખાતામાં કરી હતી. ૮૦માંથી ૭૧ સીટ ભાજપને અને બે સીટ પર તેનો સહયોગી પક્ષ અપના દળે હાંસલ કરી હતી.
૨૦૧૪ લોકસભા ચૂંટણીની આંકડાકીય માહિતી, વિભાજિત વિપક્ષ
પક્ષ સીટ્સ વોટ (ટકાવારી)
ભાજપ પ્લસ ૭૩ ૪૩ ટકા
સપા ૫ ૨૨ ટકા
બસપા ૦ ૨૦ ટકા
કોંગ્રેસ પ્લસ ૨ ૮ ટકા
૨૦૧૪ની લોસભા અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીઓમાં લગભગ સમાનતા
મતોની ટકાવારી
પક્ષ ૨૦૧૪ ૨૦૧૭
લોકસભા વિધાનસભા
ભાજપ પ્લસ ૪૩ ટકા ૪૧ ટકા
સપા પ્લાસ કોંગ્રેસ ૩૦ ટકા ૨૮ ટકા
બસપા ૨૦ ટકા ૨૨ ટકા