Gujarat

ભાજપની ગૌરવ યાત્રા અંતિમ યાત્રા બની જશે : રાહુલ ગાંધી

દેવગઢબારીઆ,તા.૧૧
દેવગઢબારીઆ નગરના ટાવર પાસે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેર સભા યોજાઈ હતી. જેમાં ભાજપ સરકાર અને વડાપ્રધાન ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
છોટાઉદેપુરથી આજરોજ બપોરે ૧ કલાકે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દેવગઢબારીઆમાં આવી પહોંચ્યા હતા. તેઓ દેવગઢબારીઆ પહોંચીને આદિવાસી નૃત્ય કરતા આદિવાસી ભાઈઓને મળ્યા હતા અને ત્યાર પછી સ્થાનિક નેતાઓએ તેમનું ફૂલહાર અને તીરકામઠાથી સ્વાગત કર્યું હતું. દેવગઢબારીઆમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જાહેર સભાને સંબોધન કર્યું હતું અને તેઓએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને તેમના વિચારો સંઘ પ્રમુખ મોહન ભાગવતના છે. જેઓ પશુ અને સ્ત્રીને એક સમાન માને છે. સ્ત્રીઓને પ્રાણી સાથે સરખાવવાનું કહેતા હોય તે આ દેશના કરોડો માણસોનું કેવી રીતે ભલુ કરે ? રાહુલ ગાંધીએ દ્વારકા, ખોડલધામ સતરામ મંદિરના દર્શન કરીને આવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીવાળા ખૂબ ગભરાઈ ગયા છે. ડઘાઈ ગયા છે અને એમની ગૌરવ યાત્રા એમની અંતિમ યાત્રા થાય એવું લાગી રહ્યું છે. ઘડીમાં પેલા દાડીવાળા નરેન્દ્ર મોદી અહીં આવે ને ઘડીમાં ટાલવાળા મોટા પેટવાળા સહી આવે. હમણા તો આ બધામાં અમિત શાહનો દીકરો વધુ ચમકી રહ્યો છે. ગુજરાતના યુવાનો ઉપર ગોળીઓ ચલાવતા હતા. દલિતોને દુઃખી કરનાર, આદિવાસીઓનો હક છીનનારા, જીએસટી લાવનારા, ભાજપથી લોકો ત્રાસી ગયા છે. કોંગ્રેસની સરકાર બનશે તો યુવાનોને રોજગારી અને બેકારી ભથ્થુ આપવાની જાહેરાત કરી હતી. ભાજપ રાડ્યા પછી ? ડહાપણ કરી રહી છે. ફરી ઘરના ઘરની પણ જાહેરાત કરી હતી. કન્યા કેળવણી મફત આપવાની જાહેરાત કરી હતી. દેવગઢબારીઆમાં રાહુલ ગાંધીએ જાહેર સભામાં કેમ છો ? કહી પ્રવચન શરૂ કર્યું હતું. પછી ભાજપ ઉપર ચૂટકુલો કરતા બધાને પ્રશ્ન પૂછ્યો કે ભાઈઓ ગુજરાતમાં વિકાસને શું થઈ ગયું છે ? કેવી રીતે થયું ? કોને કર્યું ? વિકાસને ગાંડો કોણે કર્યો ? તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતમાં વિકાસને પાગલ કરી નાખ્યો તેમણે કયું કે રર વર્ષથી નર્મદા નજીક હોવા છતાં તેમણે તમને પાણી આપ્યું નથી. તેમણે તમારું પાણી ગુજરાતના પાંચ-સાત ઉદ્યોગપતિઓને આપી દીધું છે. મેં આજે આદિવાસી વિદ્યાર્થીઓને સવાલ કર્યો કે તમે કોલેજની ડિગ્રી રૂપિયા ખર્ચીને મેળવો છો, તો તમને રોજગારી મળે છે. તો તેમણે કહ્યું કે ‘ના’ અને રોજગારી મળે છે. તો ટેમ્પરવરી (મર્યાદિત સમય માટે) મળે છે. તેમણે કહ્યું કે શિક્ષણમાં ફી પેટે આવેલ નાણાં ભાજપ સરકાર ઉદ્યોગપતિઓને મદદમાં આપે છે. મોદીએ મેક ઈન ઈન્ડિયાની વાત કરી. સ્ટાટઅપ ઈન્ડિયાની વાત કરી. એના પછી નોટબંધી લાગું કરી. આઠ નવેમ્બરે મોદીએ શુ સપનું દેખ્યું તેમણે કહ્યું કે પ૦૦ અને ૧૦૦ નોટ મને ગમતી નથી તેને હું રદ કરું છું. પૂરા દેશને લાઈનમાં લગાડીને બધાને ચોર બનાવ્યા અને તેમના કાળાનાણાંને સફેદ કર્યા. તેમણે જીએસટી બાબતે નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે નોટબંધીથી હું ખુશ નથી. નાના વેપારીઓ મર્યા નથી. તેમણે હું ખતમ કરવા માંગું છું. કચડી નાખવા માંગું છું. તેમણે અમિત શાહના દીકરા ઉપર પ્રહારો કરતા કહ્યું કે પ૦ હજારની કંપની ચમકતી કંપની આવી, ર૦૧૪માં મહિનામાં જ પ૦ની કંપની ૮૦ હજાર કરોડની થઈ ગઈ. તેમણે નર્મદાના પાણી આપવાની આદિવાસીઓને આપવાની વાત કરી હતી. તેમણે ખેડૂતોના દેવો માફ કરવાની પણ જાહેરાત કરી હતી, તેમણે પેટ્રોલના ભાવ ઉપર પણ ભાજપ સરકાર ઉપર પ્રહાર કરીને કહ્યું હતું કે દુનિયામાં પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટે છે અને અહીં વધે છે. મોદી ઉપર પ્રહાર કરતા કહ્યું કે રોજગારી આપવાનું કહ્યું હતું આપી ? પાણી આપવા કહ્યું હતું આપ્યુંં ? વીજળી આપવા કહ્યું હતું આપી ? નહીં. ગાંધીજી અને સરદાર પટેલે દેશને આઝાદ કરવા રસ્તો બતાવેલ તેમ હવે સરકાર બદલવા રસ્તો બતાવશો. તેમણે કોંગ્રેસ-આવે છે. ના નારા સાથે તેમનું વકતવ્ય પૂર્ણ કર્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  CrimeGujarat

  કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

  મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
  Read more
  CrimeGujarat

  વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

  વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.