(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
ગુજરાત હોય કે બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ કે કાશ્મીર હોય જ્યાં પણ બળાત્કારની ઘટના બની છે તેમાં ભાજપના નેતાઓની સીધી સંડોવણી બહાર આવી હોવાથી દેશવાસીઓ માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે, સરકાર ભાજપની પોલીસ ભાજપની એટલે આરોપીઓને છાવરવામાં આવતા હોવાથી પિડીતા અને તેના પરિવારને ન્યાય મળવાની શંકા ઉપજાવે છે. છેવટે પિડીતા કોર્ટના દ્વાર ખખડાવે ત્યારે ખાખીવર્ધી ફરિયાદ નોંધે છે. વડોદરા શહેરમાં ત્રણ દિવસ પહેલા જ એક ગુરુજને તેની શિષ્યા સાથે બળાત્કાર કર્યા હોવાથી ઘટના સપાટી ઉપર આવતા આખુ શહેર હચમચી ગયું. આ ગુરુજન ભાજપનો સક્રિય યુવા કાર્યકર છે જેનું નામ વિનુ કાતરિયા છે. જે એલેમ્બિક વિદ્યાલયમાં કાયમી શિક્ષક તરીકે જોડાયેલા છે.ય શહેરમાં કલાલી વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં રહેતો વિનુ માંડણભાઇ કાતરિયા સરકારના અનુદાનથી ચાલતી એલેમ્બિક વિદ્યાલયમાં શિક્ષક છે અને અટલાદરા સ્થિત જય ટયુશન કલાસમાં ગેરકાયદે ટયુશન આપતો હતો. વિનુ કાતરિયાના ઉચ્ચ અભ્યાસને કારણે જીવ વિજ્ઞાન વિષય માટે બનાવવમાં આવેલી તજજ્ઞ સમિતિમાં સામેલ કરવામાં આવ્યો હતો. આમ છતાં આ લંપટ શિક્ષકે તેની લંપટલીલા જારી રાખી હતી. વિનુ કાતરીયા યુવા ભાજપનો સક્રિય કાર્યકર હોવાથી ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લેતો હતો. પૂર્વ મેયર ભરત ડાંગરે તો જાહેર મંચ ઉપર લંપટ શિક્ષક વિનુંનું સન્માન કરેલું અને બેનરો મુકેલા. ધોરણ-૧૨ ની વિદ્યાર્થીની ઉપર છેલ્લાં એક વર્ષથી વિનુ લંપટ બળાત્કાર ગુજારતો હતો. ચરમસીમા વટાવી એટલે યુવતીએ સમગ્ર હકીકત તેના માં-બાપને વર્ણવી હતી. પરિણામે વિનુ સામે પોલીસ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. બળાત્કારી લંપટ વિનુ કાતરિયાને પોતાના કાળા કરતૂતો પ્રતિ સહેજ પણ અફસોસ નથી. બેશરમ છે. ગુરુજનના પવિત્ર હોદ્દાને લજવનાર વિનુ કાતરિયાએ પોલીસને નફફટાઇ પૂર્વકના જવાબો આપ્યા હતા. કચ્છનો નલિયા બળાત્કાર કાંડ બન્યો એમાં ભાજપના નેતાઓ સંડોવાયેલા હતા. એની માથો ટાઢુ પાણી રેડી દેવામાં આવ્યું. ત્યાર પછી તાજેતરમાં ભાજપના મોટાગજાના નેતા કચ્છના ભાનુંશાળીનો બળાત્કાર કિસ્સો જગજાહેર થયો એમાં પણ ભાજપના નેતાો વચ્ચે પડી ટાઢું પાણી રેડી દીધું. કાશ્મીરમાં અને ઉત્તરપ્રદેશમાં બાળકી અને થયેલા બળાત્કારની ઘટનામાં તો સરકારે આરોપીઓને રીતસર પ્રોટેકશન આપ્યું હતું. મહિનાઓ સુધી પોલીસે ફરિયાદ સુધ્ધા નોંધી નહતી. અદાલતના હસ્તક્ષેપ પછી ખાખીવર્ધી હરકતમાં આવી હતી. આવી બીજી જધન્ય ઘટના તાજેતરમાં બિહારમાં બની છે. જેને લીધે દેશવાસીઓમાં માથા શરમથી જુકી ગયા છે.