(એજન્સી) મુંબઈ, તા.ર૬
જમ્મુ અને કાશ્મીરમાં ગઠબંધન સરકારમાંથી અલગ થવાના નિર્ણયને લીધે ભાજપની ટીકા કરતાં શિવસેનાએ આજે કહ્યું કે, પક્ષના ષડયંત્રોથી જનતા પરેશાન થઈ ગઈ છે અને હવે તેને સાચું બોલવાનું શીખવાની જરૂર છે. શિવસેનાએ ભાજપ પર આરોપ પણ મૂકયો છે કે તેણે ઉત્તરીય રાજ્યોમાં ફરી એકવાર ચૂંટણીનું રાજકારણ શરૂ કરી દીધું છે. પહેલાં તબક્કામાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી સાથે ગઠબંધન કરવાનો પ્રસ્તાવ ભાજપનો હતો પરંતુ હવે કાશ્મીરમાં તેણે પોતાનું ચૂંટણી રાજકારણ શરૂ કરી દીધું છે. ત્રણ વર્ષ સુધી પીડીપી સાથેના ગઠબંધન બાદ હવે ભાજપ તરફથી એ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે કે સરકાર કામ કરી રહી નથી. પીડીપી સાથે અમારે બનતું નથી, આતંકવાદ વધી ગયો છે, લેહ-લદ્દાખના વિકાસને સરકારે નજરઅંદાજ કર્યો અને તેના કારણે સરકાર તોડવી પડવી. સામનામાં લખાયું છે કે, ભાજપા કાશ્મીરમાં ફરી એકવાર જૂના મુદ્દાઓને ઊભા કરવાનો પ્રયત્ન કરી રહી છે અને તે ફરી એકવાર મહોરું પહેરી રહી છે. શિવસેનાએ કહ્યું છે કે, લોકો હવે આવા ષડયંત્રોથી કંટાળી ચૂકયા છે. કોઈ તો તેમને સાચું બોલવાની તાલીમ આપે. પક્ષના જણાવ્યા અનુસાર ભાજપા અધ્યક્ષ શાહે ખાસ કરીને તમામ જવાબદારી પીડીપી પર ઢોળી છે અને કાશ્મીરના વિનાશ માટે, ત્યાંની હિંસા માટે ભાજપ જવાબદાર ના હોવાનું એલાન કર્યું છે.