ભાજપ રાજકીય સ્વાર્થ માટે NRC ડ્રાફ્ટ પર કોમવાદી અને ભાગલાવાદી રાજનીતિનો ખતરનાક ખેલ ખેલી રહ્યો છે

(એજન્સી) તા.૨
મુસ્લિમ જૂથોએ NRCના ડ્રાફ્ટના મુદ્દે કેન્દ્ર અને આસામ ખાતેની ભાજપ સરકારની સખત શબ્દોમાં ઝાટકણી કાઢવાનું ચાલુ રાખ્યું છે કે જ્યાં ૪૦ લાખ લોકોના નામો ગાયબ છે. તેમણે આ પગલાંને કોમવાદી રાહે મતોનું ધ્રુવીકરણ કરવાની ભાજપની રાજકીય રણનીતિ તરીકે ગણાવ્યું હતું.
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે (IUML) જણાવ્યું હતું કે જ્યારે ભાજપ સરકાર તમામ મોરચે સરિયામ નિષ્ફળ ગઇ છે ત્યારે હવે તે કોમમાં ભાગલા પાડવાનુ એક નવું શસ્ત્ર લાવી છે અને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રહી છે.IUMLના રાષ્ટ્રીય મહામંત્રી અને સંસદસભ્ય પી કે કુન્હાલિ કુટ્ટીએ જણાવ્યું હતું કે આટલા વર્ષો આસામમાં NRCની યાદીના મામલે કોમવાદી બળો ચૂપ રહ્યા હતા અને હવે જ્યારે સામાન્ય ચૂંટણીઓ નજીકના ભવિષ્યમા ંયોજાનાર છે ત્યારે તેણે એકાએક પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે આ મુદ્દો ઉછાળ્યો છે.
દ્ગઇઝ્ર યાદીનું પ્રકાશન એ ઉતાવળે કરેલી કવાયત છે અને ભાજપે ભાગલાવાદી રાજકારણ માટે આ વિષયને છંછેડ્યો છે. જો કે પ્રજા હવે આ ક્ષણે ભાજપ સરકારની મેલી મુરાદથી સારી રીતે માહિતગાર છે. વેલફેર પાર્ટી ઓફ ઇન્ડિયાએ પણ NRCના આખરી મુસદ્દાની યાદીને વખોડી કાઢી હતી અને જણાવ્યું હતું કે આ એક રાજકીય સાઝીશ છે.
મુસદ્દાને વખોડી કાઢતા પક્ષના પ્રમુખ ડો.એસક્યુઆર ઇલીયાસે એવો આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીકીય સ્વાર્થ માટે લોકોને વિભાજિત કરવાની ભાજપની આ રણનીતિ છે. આ ડ્રાફ્ટમાં ૪૦ લાખ લોકોના નામની બાદબાકી કરવામાં આવી છે અને આ રીતે એક મોટી વસ્તીને નાગરિકત્વ આપવામાં આવ્યું નથી જે માનવ અધિકાર ભંગની એક સૌથી મોટી ઘટના છે અને તાજેતરમાં મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમ સાથે જે કંઇ થયું હતું તેનાથી પણ આ વધુ ખતરનાક બાબત છે.
આ સંવેદનશીલ મામલામાં સરકારે રૂા. ૧૨૦૦ કરોડ ખર્ચ્યા બાદ જે મુસદ્દા અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે તે શંકાસ્પદ છે. દરમિયાન સૌથી મોટા સામાજિક-ધાર્મિક સંગઠન જમાત-એ-ઇસ્લામી હિંદે (જેઆઇએચ) પણ NRC ડ્રાફ્ટ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સરકારે કોઇ ચોક્કસ ભાષાકીય સમુદાય વિરુદ્ધ પૂર્વગ્રહ અને ભેદભાવ દાખવનાર NRC અધિકારીઓ સંબંધીત ફરિયાદમાં તપાસ કરવી જોઇએ કારણ કે તેમણે તમામ કાનૂની દસ્તાવેજો હોવા છતાં અરજીનો સ્વીકાર કર્યો નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks