મહિલાઓ વિરૂદ્ધ વધી રહેલા અત્યાચારોનું કારણ ઓનલાઈન અશ્લીલ સામગ્રી, સ્માર્ટફોન જવાબદાર : BJP સાંસદ

(એજન્સી) ભોપાલ, તા.૭
મધ્યપ્રદેશમાં રેપની વધતી ઘટનાઓ પર સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના સાંસદ નંદકુમાર ચૌહાણે સાવ વિચિત્ર નિવેદન આપ્યું છે. પત્રકારો સાથે વાતચીતમાં નંદકુમાર ચૌહાણે કહ્યું કે, ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના વધી રહેલા ચલણને કારણે રેપની ઘટનાઓ વધી રહી છે. તેમણે કહ્યું કે ‘હું સમજુ છું કે યુવાઓ સુધી સ્માર્ટફોન અને ઈન્ટરનેટની પહોંચ સરળ થઈ ગઈ છે. તેઓ તેના ઉપર આપત્તિજનક કન્ટેન્ટ જુએ છે. જે તેમના અબોધ મન પર નકારાત્મક પ્રભાવ પાડે છે. મીડિયાએ આ તમામ પાસાઓને પણ કવર કરવા જોઈએ.’
મધ્યપ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ નંદકુમાર ચૌહાણને જ્યારે પૂછવામાં આવ્યું કે શું સાઈબર સેલ આપત્તિજનક કન્ટેન્ટ પર રોક લગાવી શકે નહીં ? તો તેના જવાબમાં તેમણે કહ્યું કે દરેકના મોબાઈલ ફોન સુધી સાઈબર સેલની પહોંચ અસંભવ છે. જો કે તેમણે એ પણ કહ્યું કે આ તેમનો વ્યક્તિગત મત છે.
મધ્યપ્રદેશમાં માસૂમ બાળકીઓ સાથે હેવાનિયતની વધતી ઘટનાઓ પર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે હૃદયદ્રાવક ઘટનાઓને અંજામ આપનારાઓને ફાંસી પર લટકાવવા જોઈએ.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, મોટાભાગે એવું જોવા મળ્યું છે કે નીચલી કોર્ટમાં આરોપીઓને ફાંસી થાય છે પરંતુ જ્યારે કેસ ઉપરની કોર્ટમાં જાય છે ત્યારે પ્રક્રિયા લાંબી થઈ જાય છે. દુષ્ટોને ફાંસી આપવામાં વાર લાગે છે. આથી આવા મામલાઓમાં જલદી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને ભલામણ કરાઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks