(એજન્સી) બસ્તર,તા.૧૬
છત્તીસગઢના બસ્તરમાં ભાજપ પાર્ટીના સાંસદ દિનેશ કશ્યપે દેશમાં ધર્મ પરિવર્તન અને જાતિ પરિવર્તન કરનાર લોકોને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. ભાજપ સાંસદે કહ્યું કે, જે લોકો ધર્મ પરિવર્તન કરે છે, તેઓને આરક્ષણ અને સરકારી સુવિધાઓનો લાભ ન મળવો જોઈએ. જોકે તેમણે કહ્યું કે, આ તેમનો વ્યક્તિગત વિચાર છે.
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ બસ્તરમાં ભાજપ સાંસદ દિનેશ કશ્યપે ધર્મ-જાતિ પરિવર્તન પર કહ્યું કે, જે લોકો ધર્મ પરિવર્તન, જાતિ પરિવર્તન કરે છે. તેઓને આરક્ષણ અને સરકારની અન્ય સુવિધાઓનો લાભ ન મળવો જોઈએ. આ મારો એક વ્યક્તિગત વિચાર છે. મીડિયા રિપોર્ટ મુજબ સાથે તેમણે એમ પણ કહ્યું કે, જો કોઈ આ પ્રકારનો કાયદો બને છે તો ધર્મપરિવર્તનમાં ઘટાડો થઇ જશે. દિનેશના નિવેદન સામે વિપક્ષે આકરો વિરોધ બતાવ્યો છે. ત્યાં જ સોશિયલ મીડિયામાં પણ લોકો ભાજપ સાંસદનો વિરોધ કરી રહ્યા છે.