ભાજપ સરકારે યુવાનોને માત્ર છેતરવાનું કામ કર્યું છે : ગોવા દેસાઈ

ડીસા, તા.૧૮
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતપોતાની રીતે પ્રચાર કાર્યનો પ્રારંભ કરાયો છે. જેમાં ડીસા ખાતે કોંગ્રેસે યુવાઓની રોજગાર આપવાના વચન સાથે તેમની પાસે ફોર્મ ભરાવી નોંધણી કરી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.ડીસાના સરદારબાગ આગળ ડીસા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યુવાઓને રોજગાર અંગેની નોંધણી ના કાર્યક્રમથી કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર શરૂ કરાયો હતો. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય ગોવાભાઇ રબારી, પાલિકાના પૂર્વ પ્રમુખ પી.પી.ભરતીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલ , તાલુકા પંચાયત સદસ્ય મુકેશ સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય સંજય દેસાઇ, જગદીશભાઈ મોદી, રાજુભાઈ મહેશ્વરી સહિત કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. કોંગ્રેસ દ્વારા લગભગ ૧૪૦૦થી વધુ ફોર્મ ભરાયા હતા જેમાં કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો આ યુવકોને નોકરી અંગેની બાહેધરી અપાઇ હતી. આ પ્રસંગે ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે યુવાઓને માત્ર છેતરવાનું કામ કર્યું છે .તેઓ નોકરી કે રોજગારી આપી શક્યા નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks