ભાજપ સરકારના આર્થિક સુધારાઓ ઉપર તોગડિયાના આકરા ચાબખા

(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૧૫
વિશ્વહિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયા દાદરાનગર હવેલીના સેલવાસ ટાઉન હોલમાં આવ્યા હતા.
આ પ્રોગ્રામમાં તેઓએ પોતાના તેજાબી પ્રવચનોમાં મોદી સરકારની સામે આડકતરા આર્થિક વિકાસના ખોટા દાવાઓના ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે સરકાર ભારતના વેપારીઓને ક્રિમીનલ તરીકે ગણવા તે યોગ્ય નથી. દરેક વેપારી પોતાના ધંધા સાથે અનેક લોકોને રોજગારી આપે છે ત્યારે વેપારીઓ ઉપર સત્તાનો પાવર બતાવી આડકતરી રીતે જીએસટી પર ચાબખા માર્યા હતા અને પોતે સરકારની વેપારીઓ વિરોધી નિતીથી વિશ્વહિન્દુ પરિષદ સંમત નથી તેવું જણાવ્યું હતું. હાલમાં સોશિયલ મીડિયા ઉપર ભાજપ વિરોધી ‘વિકાસ ગાંડો થયો છે’ તે અંગે તેમજ અખિલ સંત અખાડા પરિષદની બનાવટી સંતોની યાદી વિશે કશું કહેવાનો નનૈયો ભણ્યો હતો. સેલવાસના પ્રોગ્રામમાં સુરેશ રાજપુરોહિત સ્વામિનારાયણ, સંપ્રદાયના પ્રમુખ ચિન્મયા સ્વામી તથા સેલવાસના અગ્રણીઓ હાજર હતા.
ત્યારબાદ તેઓ ગુજરાતની બોર્ડર ઉપર ભીલાડ પાસે ઔદ્યોગિક વિસ્તાર સરીગામમાં એસ.આઈ.એ. હોલમાં નાના-મોટા ઉદ્યોગપતિઓ-વેપારીઓ અને સંગઠનો સાથે બેઠક કરી. બેઠકમાં તેઓએ દેશમાં વિકાસ રોજગારી, દેશમાં હિન્દુઓની એકતા, ખેતીમાં સુધારા અંગેની ચર્ચા કરી હતી.
તેઓએ સરકારની નીતિઓની ઝાટકણી કાઢતા જણાવ્યું કે ચીન માલ ઉત્પાદન કરે અને આપણે તેનો માલ વેચીએ તેવી નીતિ ધરાવનારમાં આપણો દેશ ક્યારેય સુખી નહીં થાય. દેશમાં વેપાર ઉદ્યોગ માંદા પડી ગયા છે. રોજગારી ઘટી ગઈ છે, નોકરીઓ ઓછી થઈ ગઈ છે. તેઓએ વધતી રોજગારી અને ઘટતો વિકાસ રોજગારી, દેશમાં હિન્દુઓની એકતા, ખેતીમાં સુધારા અંગેની ચર્ચા કરી હતી.
તેઓએ સરકારની નીતિઓની ઝાટકણી કાઢતા જણાવ્યું કે ચીન માલ ઉત્પાદન કરે અને આપણે તેનો માલ વેચીએ તેવી નીતિ ધરાવનારમાં આપણો દેશ ક્યારેય સુખી નહીં થાય. દેશમાં વેપાર ઉદ્યોગ માંદા પડી ગયા છે. રોજગારી ઘટી ગઈ છે, નોકરીઓ ઓછી થઈ ગઈ છે. તેઓએ વધતી બેરોજગારી અને ઘટતો વિકાસદર જે સરકારની નિષ્ફળતા છે. જીડીપીમાં ઘટાડો થઈ ગયો છે. તેઓએ સેલવાસ અને સરીગામની મુલાકામાં પોતાના પ્રવચનમાં સરકારની પ્રજા વિરોધી નીતિઓનો ખુલ્લેઆમ વિરોધ કરેલ છે. તેઓએ રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશી મુસ્લિમો દેશની સુરક્ષા માટે ખતરો છે તેમ જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks