ભાજપના સહ-સ્થાપક જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહે રાજસ્થાનમાં ચૂંટણી પહેલા ભાજપનો સાથ છોડ્યો

કહ્યું : કમલ કા ફૂલ, બડી ભૂલ
(એજન્સી) બાડમેર,તા.૨૨
રાજસ્થાનમાં ચૂંટણી પહેલા ભાજપના સહ-સંસ્થાપક જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહે આજે ભાજપ પાર્ટીને છોડવાની જાહેરાત કરી હતી. બાડમેરના શિવ વિધાનસભા વિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય કર્નલ માનવેન્દ્ર સિંહએ પચપદરામાં આયોજીત સ્વાભિમાન રેલીમાં ’કમલ કા ફૂલ હમારી ભૂલ થી’ કહીને ભાજપ છોડવાની જાહેરાત કરી હતી. માનવેન્દ્રએ શનિવારે રેલીને સંબોધતાં માનવેન્દ્રસિંહે ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, અત્યારસુધી ધીરજ રાખતાં સમર્થકો પણ પરેશાન થઈ ગયા હતા. આ બાબતે પીએમ સુધી રજૂઆતો કરી પણ કોઈ ઉકેલ ન આવ્યો આખરે ધીરજની સીમા તૂટતાં આજે આ નિર્ણય લીધો છે. રેલીમાં માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, કમળનું ફૂલ એ મારી ભૂલ હતી. રેલીમાં આવેલા લોકો પાસે તેમણે હવે આગળ શું કરવું તેની સલાહ માગી હતી. જેમાં લોકોએ ભાજપને છોડી દેવાના નારા લગાવતાં ભાવુક થઈને માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં ૧૨ વાગે મોદીનો ફોન આવ્યો હતો. તેમે કહ્યું હતું કે, જસવંતસિંહની ટિકિટ મેં નથી કાપી પણ દિલ્હીના એક અને જયપુરના બે નેતાઓએ તમારા પિતાની ટિકિટ કાપી છે. માનવેન્દ્ર સિંહએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ સતાની ચિંગારી સળગાવી રાખવા દરેક સ્વાભિમાનીનું કામ છે, સ્માભિમાનની આ લડાઇ સમગ્ર પ્રદેશમાં ચાલશે. તેની ગુંજ પ્રદેશથી કેન્દ્ર સુધી પહોંચશે. આજે આપણા ધીરજની સીમા પૂર્ણ થઇ ગઇ છે, વાવાઝોડાની શરૂઆત પચપદરામાંથી શરૂ થઇ છે અને આ જયપુર સુધી પહોંચશે. તમામ સ્વાભિમાનીઓનો નિર્ણય મારા માથે રહેશે.જસવંતસિંહના દીકરા માનવેન્દ્રસિંહે ભાજપનો સાથ છોડી દીધા બાદ ભાજપને ખૂબ જ મોટો ફટકો પડયો છે.
રાજસ્થાનમાં વસુંધરા સરકાર સામે ભારે નારાજગી વચ્ચે આ વર્ષે કોંગ્રેસને ફરી કમબેકનો ચાન્સ છે. આ રેલી માટે રાજપૂત સંગઠનોએ ભારે મહેનત કરી હતી. આ ચૂંટણીમાં વસુંધરા સરકાર સામે રાજપૂત સમાજ નારાજ છે. આ રેલીમાં ગુજરાતમાંથી પણ મોટાપાયે લોકો જોડાયા હતા. જોકે ભાજપ છોડવાની ઘોષણા બાદ માનવેન્દ્ર સિંહે આ સ્પષ્ટ નથી કર્યું કે, તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે કે, નહીં તેમણે માત્ર એટલું જ કહ્યું, ’ જનતા જે કહેશે એ ત્યાં જશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks