રાજ્ય સરકારના મંત્રીના પગતળે ભાજપ સ્થાપક દીનદયાલનો ફોટો !

સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થતાં ચર્ચામાં

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૮

વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચામાં છે. ભાજપના સ્થાપક એવા પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો ફોટો મંત્રી ગણપતસિંહ વસાવાના પગતળે આવી જતાં ચર્ચાનું બજાર ગરમ થવા પામ્યું છે. ગુજરાત ભાજપના એક કાર્યક્રમ દરમિયાન મંત્રી ગણપત વસાવાના પગતળે ભાજપના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો ફોટો આવી ગયો હતો. આ તસવીર મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપની આણંદ ખાતે યોજાયેલી પ્રદેશ કારોબારીની બેઠકમાં દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ અંગે ચર્ચા થઈ રહી હતી ત્યારે કારોબારીની બેઠકમાં દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ અંગે ચર્ચા થઈ રહી હતી ત્યારે કારોબારીમાં હાજર તમામને પંડિત દીનદયાલ અંગેનું પુસ્તક આપવામાં આવ્યું હતું. આ પુસ્તક સભ્યોએ પોતાની બેઠક નીચે મૂકી દીધું હતું. તે દરમિયાન મંત્રી ગણપત વસાવાના પગ નીચે આ પુસ્તક આવી ગયું હતું. આ અંગે મંત્રી ગણપત વસાવાનો સંપર્ક કરતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ બેઠક દરમિયાન ઉપસ્થિત સભ્યોને પાણીની બોટલથી લઈને પુસ્તકો અને સાહિત્ય અપાયા હતા તે અમારી ખુરશી નીચે મૂકવામાં આવ્યા હતા તેથી અજાણતા આ પુસ્તક પર પગ પડી ગયો હશે. કોઈ ચોક્કસ ઈરાદે પુસ્તક ઉપર પગ મૂકવામાં આવ્યો ન હતો. મને પણ આ અંગેની જાણ તસવીર વાયરલ થયા બાદ થઈ છે. ભાજપના સ્થાપક પંડિત દીનદયાલની ઓળખમાં તેઓ ભારતીય જનસંઘની બૌદ્ધિક મૂડી સમાન ગણાતા હતા. ઉત્તરપ્રદેશના ફરહ નામના ગામમાં જન્મેલ પંડિત દીનદયાલનો કોલેજકાળમાં સંપર્ક રાષ્ટ્રીય સંપર્ક રાષ્ટ્રીય સેવક સંઘ સાથે થયો. તેઓ સંઘના મંત્રી બન્યા. અન્ય સહયોગીના સહયોગથી ભારતીય જનસંઘને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવી હતી. લખનૌમાં ‘રાષ્ટ્રધર્મ’ સામયિક અને ‘પંચજન્ય’ સાપ્તાહિક સાથે તે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. રાજકારણમાં હોવા છતાં પ્રજાની લાગણીઓ પર સવાર થઈ લાભ ખાટી જવાની વૃતિ કયારેય રાખી ન હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks